1. Home
  2. ગુજરાતી
  3. અંતરીક્ષમાં મોકલવામાં આવશે આ લેડી રોબટ ‘હ્યૂમનોઇડ’ – આબેહુબ માણસની જેમ વર્તશે
અંતરીક્ષમાં મોકલવામાં આવશે આ લેડી રોબટ ‘હ્યૂમનોઇડ’ – આબેહુબ માણસની જેમ વર્તશે

અંતરીક્ષમાં મોકલવામાં આવશે આ લેડી રોબટ ‘હ્યૂમનોઇડ’ – આબેહુબ માણસની જેમ વર્તશે

0
  • હ્મુમન રોબટમાં મળી ભારતને સફળતા
  • વાર્તાલાપ કરતી લેડી રોબટ જશે અવકાશમાં
  • ગગનયાન મિશન પહેલા ઈસરોની નવી સિદ્ધી
  • ઈસરોએ વિકસાવી ‘વ્યોમમિત્ર’ બોબટ

ભારત દેશ ટેકનોલોજીના જગતમાં એક પછી એક નવી સિદ્ધીઓ પ્રાપ્ત કરી રહ્યો છે,ઈસરોએ અવકાશમાં મોકલનારા અનેક ઉપગ્રહમાં મોટી સફળતાઓ મેળવી છે,ત્યારે હવે ઈસરોએ માનવરહિત અંતરિક્ષ મિશન અવકાશયાનમાં મોકવલા માટેની પૂર્વ તૈયારીઓ કરી લીઘી છે, તૈયારી હેઠળ ઈસરોએ વિકસાવેલ હ્યુમનોઈડ વ્યોમમિત્રાનો વીડિયો રજુ કર્યો છે,અર્થાત એક લેડી રોબટને વકાશમાં પહોંચાડવાનું કાર્ય હાથ ઘરવામાં આવ્યું છે, આ લેડી રોબટનું નામ વ્યોમમિત્ર આપવામાં આવ્યું છે.

ઈસરો દ્રારા વિકસાવેલ આ રોબટ આબેહુબ માવન લાગી રહ્યો છે તે સાથે જ તેનું વર્તન માનવી જેવું જ છે,તે મનુષ્યની જેમ વાતચીત પણ કરી શકશે,બીજા મનુષ્યની ઓળખ પણ કરી શકશે,ઈસરોએ આ ખાસ રોબટ ‘સ્પેસ મિશન’ માટે તૈયાર કર્યો છે.

હ્મુમોનોઈડ રોબટની ખાસિયત

  • આબેહુબ મનુષ્ય જેવો દેખાવ ઘરાવે છે
  • એક મહિલાના રુપમાં  રોબટ તૈયાર કરવામાં આવ્યો છે
  • મનુષ્યની જેમ વર્તાલાપ પણ કરી શકે છે
  • અન્ય મનુષ્યની ઓળખ કરી શકે છે
  • પોતાનો પરિચય આપી શકે છે.
  • આ રોબટને માત્ર અડઘો બનાવવામાં આવ્યો છે
  • બે પગ બનાવવામાં આવ્યા નથી
  • માનવી જેવો વર્તાવ કરનાર રોબટને હ્મુમોનોઈડ કહેવાય છે
  • આ વ્યોમમિત્ર સમાનવ સ્પેસ મિશન માટે રેડી કરાયો છે
  • આ નામ સંસ્કૃત શબ્દ પરથી આપવામાં આવ્યું છે
  • વ્યોમનો અર્થ આકાશ થાય છે,મિત્ર શબ્દ જોડીને વ્યોમમિત્ર નામ અપાયું છે.

આ લેડી રોબટ વ્યોમમિત્ર અંગે ઈસરોના વૈજ્ઞાનિક સૈમ દયાલે કહ્યું કે,”હ્યૂમનોઇડ માવનીના જેમ જ વ્યવહાર કરવાનો પ્રયત્ન કરશે તે સાથે જ તે આપણને રિપોર્ટ પણ કરશે. આ એક અમારા દ્રારા પ્રયોગ કરવામાં આવ્યો છે”

આ અંગે ઈસરોના ચીફ સિવન દ્રારા કહેવામાં આવ્યું કે, “ગગનયાનના છેલ્લા મિશન પહેલા આવનારા ડિસેમ્બર મહિના 2020 અને જુલાઇ 2021 સુઘીમાં અવકાશમાં આબેહુબ માનવ જેવો રોબોટ રવાના કરવામાં આવશે, હ્યૂમનોઇડ મોટા ભાગે તો હાલ તૈયાર જ  છે. ક્ષમતાઓ દર્શાવવાની સાથે એસ્ટ્રોનોટ્સ મિશનમાં રવાના થાય અને ફરી સુરક્ષિત પરત ફરે તે ઉદ્દેશ્યને પણ પૂર્ણ કરશે”.

હ્યૂમનોઇડ રોબોટ જે આબેહુબ માનવ જેવો જ હશે,આ પ્રકારના મિશન પહેલા બીજા કેટલાક દેશોએ અવકાશમાં પક્ષીઓ મોકલી આપ્યા છે,આ રોબટ માનવ શરીરના હાર્ટબીટને લગતા તથા માનવીના શરીરના તાપમાન વિશે ચકાસણી કરશે.તે સાથે જ પસંદ કરવામાં આવેલા કુલ 4 એસ્ટ્રોનોટ્સને ટ્રેનિંગ માટે રશિયા પણ મોકલવામાં આવનાર છે.

આ રોબટની મુલાકાતે આવતા લોકોનો રોબટએ શાબ્દીક પરિચય આપ્યો હતો,તે સાથે જ પોતાની ઓળખ પણ આપી હતી,આ હ્યુમોનોઈડ રોબટની જો વાત કરીએ તો તેના પગની રચના કરવામાં આવી નથી,તે માત્ર કમર સુઘીનો ભાગ ઘરાવે છે,જેના કારણે આ રોબટ આગળ અને પાછળ જોઈ શકે છે,તે સાથે જ તેના બે હાથ વડે સ્વીચ પેનલ ઓન-ઓફ કરવાનું કાર્ય પણ કરી શકે છે,અવકાશયાત્રીઓની ઓળખ મેળવી તેમના સાથે વાતચીત પણ કરશે.

ઈસરોના વડા સિવનના કહેવા પ્રમાણે, આ મિશન આપણને આગળ જતા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તર પર સહયોગ પ્રાપ્ત કરવામાં મદદ નિવડશે,ભારતીય દ્વારા અંતરિક્ષની આ યાત્રા અનેક કાર્યોની પ્રેરણ માટે સૌથી શ્રેશ્ઠ જગ્યા છે.

આવનારા વર્ષ 2022મા ઈસરો માનવ મિશન ગગનયાન લોન્ચ કરનાર છે.જેમાં કુલ 3 ક્રૂ મેમ્બર સામેલ થનાર છે. આ મિશનમાં ઈસરો દ્રારા મહિલાની ઓળખવાળી હ્યૂમનોઇડ તૈયાર કર્યો છે જેનુ વ્યોમમિત્રા નામ આપવામાં આવ્યું છે.

(સાહીન)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.