revoinews

અપકમિંગ oneplus 8 Pro-પાવરફુલ કેમેરાથી સજ્જ- જાણો તેના ફિચર્સ વિશે

  • oneplus તેના નવા ફ્લેગશિપ સ્માર્ટફોનને લોન્ચ કરવાની તૈયારીમાં
  • લોન્ચ કરતા પહેલા આ હેન્ડસેટ્સની કેટલીક વિગતો આવી સામે
  • વનપ્લસના સીઈઓ પીટ લાઉએ વનપ્લસ 8 પ્રો માંથી લીધેલા ફોટા કર્યા શેર
  • આ સ્મારટફોનમાં મળી શકે છે તમામ સુવિધા
  • કેમેરામાં ઘણા શાનદાર ફીચર્સ

ચીનના પ્રીમિયમ સ્માર્ટફોન નિર્માતા કંપની oneplus તેના નવા ફ્લેગશિપ સ્માર્ટફોનને લોન્ચ કરવાની તૈયારીમાં છે. મળતી માહિતી મુજબ oneplus 8ની સિરીઝ પર કામ કરી રહી છે. જેમાં બે હેડસેટ oneplus 8 અને oneplus 8 Pro લોન્ચ કરવામાં આવશે.

લોન્ચ કરતા પહેલા જ આ હેન્ડસેટ્સની કેટલીક વિગતો સામે આવી ચૂકી છે. વનપ્લસના સીઈઓ પીટ લાઉએ વનપ્લસ 8 પ્રો માંથી લીધેલા ફોટા શેર કર્યા છે.

સીઈઓ પીટ લાઉએ પોતાના ટ્વિટર હેન્ડલ પર ફોટા શેર કરીને લખ્યું છે કે, , આ ફોટો oneplus 8 Proના અલ્ટ્રા વાઇડ કેમેરામાંથી લેવામાં આવ્યા છે. તે અલ્ટ્રા વાઇડ જે અલ્ટ્રા ક્લોઝ શોટ્સ લે છે. એક તરફ oneplus 8 Pro પરથી લેવામાં આવેલ ફોટો અને બીજી બાજુ બીજા ફ્લેગશિપ ફોનથી લેવામાં આવેલ ફોટોઝ છે.

oneplus 8 Pro લીક સ્પેસિફિકેશન

લીક રિપોર્ટ મુજબ, આ સ્માર્ટફોનમાં રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝવાળી 6.78 ઇંચની ક્વાડ HD + AMOLED ડિસ્પ્લે મળશે. આ વાતની પુષ્ટિ પણ થઈ ચૂકી છે કે આ ફોનમાં કવાલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર આપવામાં આવશે. તો સાથે પરફોર્મન્સ માટે LPRRDR 5 રેમ અને UES 3.1 ઇન્ટરનલ સ્ટોરેજ મળશે.

જો કેમેરા વિશે વાત કરીએ તો તેમાં ક્વાડ કેમેરા સેટઅપ આપવામાં આવી શકે છે. તેમાં OIS અને EIS થી લેન્સ સોની IMX689 48 મેગાપિક્સલ પ્રાઈમરી સેંસર આપવામાં આવ્યા છે. બીજું 120 ડિગ્રીનું સોની IMX 586 અલ્ટ્રા વાઇડ લેન્સ 3x ઓપ્ટિકલ ઝૂમ સાથે હશે અને ત્રીજું 8 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ 30x ડિજિટલ ઝૂમ સાથે હશે. જ્યારે 5 મેગાપિક્સલનો કલર ફિલ્ટર લેન્સ ચોથા PDAF સાથે આપી શકે છે. આ કેમેરામાં ઘણા શાનદાર ફીચર્સ આપવામાં આવી શકે છે.

oneplus 8 Pro, એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલશે. તો પાવર માટે આ ફોનમાં 4510mAhની બેટરી મળશે, જો કે ,30W વનપ્લસ રેપ ચાર્જ 30 T ફાસ્ટ ચાર્જિંગ અને 30 વાટ વાયરલેસ ચાર્જિંગ અને 3W રિવર્સ વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ સિસ્ટમ સાથે આવશે.

(દેવાંશી)

Related posts
Regionalrevoinewsગુજરાતી

સરકાર મેડિકલ સુવિધા આપે તો કોંગ્રેસના કાર્યાલયોને કોવિડમાં ફેરવવા તૈયાર છીએઃ ચાવડા

અમદાવાદ :   રાજ્યમાં કોરોના કેસ વધી રહ્યા છે. તેથી સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ કહી છે. ત્યારે વધતા કોરોના સંક્રમણને લઇને…
revoinews

સોરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હવે કોવિડ કેસ સેન્ટર શરૂ કરાશે

અમદાવાદઃ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. પીડિતોને યોગ્ય સારવાર મળી રહે તે માટે હોસ્પિટલોમાં બેડની સંખ્યામાં…
revoinews

ભીલડી અને જોધપુર વચ્ચે શનિવારથી દોડશે ડેમુ સ્પેશિયલ

અમદાવાદઃ પશ્વિમ  રેલ્વે તંત્ર દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ભીલડી અને જોધપુર વચ્ચે ડેમુ સ્પેશિયલ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  ટ્રેન નંબર…

Leave a Reply