1. Home
  2. Regional
  3. અમદાવાદના ભદ્ર, રિલીફ રોડ, માણેકચોક સહિતના બજારોએ બંધ પાળીને શહીદ જવાનોને આપી શ્રધ્ધાંજલિ
અમદાવાદના ભદ્ર, રિલીફ રોડ, માણેકચોક સહિતના બજારોએ બંધ પાળીને શહીદ જવાનોને આપી શ્રધ્ધાંજલિ

અમદાવાદના ભદ્ર, રિલીફ રોડ, માણેકચોક સહિતના બજારોએ બંધ પાળીને શહીદ જવાનોને આપી શ્રધ્ધાંજલિ

0

કાશ્મીરના પુલવામાં સીઆરપીએફના જવાનો ઉપર થયેલા આતંકી હુમલામાં શહીદ થવાની ઘટનાથી દેશભરમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. આતંકીઓનો સફાયો કરવાની માંગણી સાથે લોકો સ્વયંભૂ રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને શહીદ વીર જવાનોને અશ્રુભીની આંખે શ્રદ્વાંજલિ આપી હતી. આજે શનિવારે અમદાવાદના તમામ માર્કેટો શહીદોને શ્રધ્ધાંજલી આપવા માટે સ્વયભૂં બંધ પાળ્યો હતો.

અમદાવાદના ઢાલગરવાડ કાપડ મહાજને પણ બંધ પાળીને શહીદ જવાનોને શ્રધ્ધાંજલિ આપી હતી. આ ઉપરાંત ફ્રૂટ માર્કેટ પણ બંધ રહી હતી. ભદ્ર પાથરણાં બજાર, રીલીફ રોડ, ગાંધીરોડ, મોબાઈલ માર્કેટ, અમદાવાદ ઈલેકટ્રીકલ મર્ચન્ટસ એસો. શ્રી ચોકસી મહાજન માણેકચોક,શ્રી અમદાવાદ નવા માધવપુરા વેપારી મહાજન સહિતના માર્કેટોએ બંધ પાળ્યો હતો. આજે શનિવારે અમદાવાદ શહેરના સાત હજારથી વધુ વેપારીઓ વેપાર -ધંધા બંધ રાખીને શહીદોને શ્રધ્ધાસુમન અપર્ણ કર્યા હતાં. મસ્કતી કાપડ મહાજન, ન્યુ કલોથ માર્કેટ, શ્રી પાંચકુવા કાપડ મહાજન, શ્રી ઘંટાકરણ માર્કેટ એસો., સુમેલ માર્કેટ 1-2-3, સિંધી માર્કેટ એસો., ઘીકાંટા રેડીમેડ ગાર્મેન્ટ એસો. આસ્ટોડિયા રંગાટી મહાજન સહિત અમદાવાદ શહેરના વિવિધ માર્કેટના એસોસિએશન પુલાવામામાં આંતકીઓએ કરેલા હુમલાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢયો છે.   વેપારીઓમાં ભારે રોષ વ્યાપેલો છે. તમામ દુકાનો બંધ રાખવામાં આવી છે.

LEAVE YOUR COMMENT