1. Home
  2. Regional
  3. અમદાવાદમાં મિલ્કત વેરા વસુલાત ઝુંબેશઃ 2457 મિલ્કતોને સીલ લગાવાયા
અમદાવાદમાં મિલ્કત વેરા વસુલાત ઝુંબેશઃ 2457 મિલ્કતોને સીલ લગાવાયા

અમદાવાદમાં મિલ્કત વેરા વસુલાત ઝુંબેશઃ 2457 મિલ્કતોને સીલ લગાવાયા

0

અમદાવાદ મહાનગરપાલિકાના ટેક્સ વિભાગ દ્વારા માર્ચના અંત સુધીમાં ટાર્ગેટ પુરો કરવા માટે  પ્રોપર્ટી ટેક્સના ડિફોલ્ટરો સામે કડક હાથે સીલિંગ ઝુંબેશ શરૂ કરાઈ છે. ચાલુ મહિનાના બાર દિવસમાં એકલા પશ્ચિમ ઝોનમાં ૨૪૫૭ મિલકતને તંત્રે તાળાં લગાવતાં ડિફોલ્ટર્સમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

સબત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા મિલ્કત વેરા વસુલાત માટે ધુંબેસ હાથ ઘરવામાં આવી છે. બાકી પ્રોપર્ટી ટેક્સ વસૂલાત ઝુંબેશ હેઠળ ટેક્સ વિભાગ દ્વારા રૂ. ૫૦,૦૦૦થી વધુના ટેક્સના ડિફોલ્ટર્સ સામે ગત તા. ૧ ફેબ્રુઆરીથી મોટા પાયે સીલિંગ ઝુંબેશનો પ્રારંભ કરાયો છે. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં પ્રોપર્ટી ટેક્સમાં રૂ. ૯૦૦ કરોડનો સુધારિત લક્ષ્યાંક રખાયો હોઈ ગત તા. ૧૨ ફેબ્રુઆરી સુધીમાં તંત્રને રૂ. ૭૧૦ કરોડની આવક થઈ હતી. શહેરના સૌથી સમૃદ્ધ ગણાતા પશ્ચિમ ઝોનમાં ટેક્સ વિભાગ દ્વારા સૌથી વધુ ૨૪૫૭ મિલકતને સીલ કરાઈ છે, જ્યારે દક્ષિણ ઝોનમાં ૧૮૯૪, ઉત્તર ઝોનમાં ૧૨૯૨, ઉત્તર પશ્ચિમ ઝોનમાં ૧૧૪૩, મધ્ય ઝોનમાં ૧૧૨૫, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૫૯૯ અને પૂર્વ ઝોનમાં ૪૮૭ મળીને ગત તા. ૧થી ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૯ સુધીમાં કુલ ૮૯૯૭ મિલકતને સીલ કરાઈ છે. જ્યારે મ્યુનિસિપલ તિજોરીમાં સીલિંગ ઝુંબેશથી રૂ. ૩૮.૨૫ કરોડ ઠલવાયા છે.

tags:

LEAVE YOUR COMMENT