1. Home
  2. Regional
  3. અમદાવાદ મ્યુનિ. કચેરીમાં હવે આઈકાર્ડ વિના મુલાકાતીઓને પ્રવેશબંધીઃ બાઉન્સરો આઈકાર્ડ તપાસશે
અમદાવાદ મ્યુનિ. કચેરીમાં હવે આઈકાર્ડ વિના મુલાકાતીઓને પ્રવેશબંધીઃ બાઉન્સરો આઈકાર્ડ તપાસશે

અમદાવાદ મ્યુનિ. કચેરીમાં હવે આઈકાર્ડ વિના મુલાકાતીઓને પ્રવેશબંધીઃ બાઉન્સરો આઈકાર્ડ તપાસશે

0

અમદાવાદઃ શહેરની મ્યુનિ.કોર્પોરેશનની કચેરીમાં હવે કોર્પોરેટર, પદાધિકારી કે કોઈ અધિકારીને મળવું અઘરૂ બની ગયું છે.કેમ કે, શહેરના કોટ વિસ્તારના દાણાપીઠ ખાતે આવેલી મ્યુનિ.ની કચેરીમાં આઇકાર્ડ વિના પ્રવેશ ઉપર પ્રતિબંધ લદાયો છે. જેની અમલવારી માટે એસઆરપીની ટુકડીને તૈનાત કરાઇ હતી પણ હવે બાબુઓને એસઆરપીનો બંદોબસ્ત ગમતો નથી જેથી ફરી ખાનગી સિક્યુરીટી કંપનીના બાઉન્સરો મૂકવામાં આવ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં બે-ત્રણ મહિના પહેલાં વીએસ હોસ્પિટલ બચાવોના મુદ્દે કોંગ્રેસની રેલી યોજાઇ હતી તે વેળાએ કોંગ્રેસના કાર્યકરો કમિશનરની કચેરીમાં ઘૂસી ગયા હતા. આ ઘટના બાદ ખાનગી સિક્યોરિટી કંપનીના બાઉન્સરોને રાતોરાત છુટા કરી કોન્ટ્રાક્ટ રદ કરી દેવાયો હતો. પણ હવે ફરીથી એસઆરપીને બદલે બાઉન્સરોની મદદ લેવામાં આવી રહી છે. હવે અમદાવાદ મ્યુનિ.ની કચેરીએ આવતાં દરેક મુલાકાતીઓએ બાઉન્સરોને આઇકાર્ડ બતાવવાનું રહેશે જો ગમે તેવી મોટી સમસ્યાની રજુઆત કરવા આવ્યો હોવ પણ તમારી પાસે આઇકાર્ડ નહીં હોય તો તમારા વિસ્તારના કોર્પોરેટર કે જવાબદાર અધિકારીને મળી શકાશે નહીં. સુરક્ષાના કારણોસર હવેથી એએમસી કચેરીમાં આઈકાર્ડ વિના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે અને આઈકાર્ડથી જ પાસ બનાવવામાં આવશે. આમ ગાંધીનગરના સ્વર્ણમ સંકુલ બાદ અમદાવાદ મનપાની કચેરીના દરવાજા પણ સામાન્ય લોકો માટે બંધ થઈ ગયા છે.

tags:

LEAVE YOUR COMMENT