1. Home
  2. ગુજરાતી
  3. અમેરીકા-ઈરાન તણાવ વચ્ચે તહેરાન પાસે 180 યાત્રીથી ભરેલું યૂક્રેનનું બોઈંગ વિમાન ક્રેશ
અમેરીકા-ઈરાન તણાવ વચ્ચે તહેરાન પાસે 180 યાત્રીથી ભરેલું યૂક્રેનનું બોઈંગ વિમાન ક્રેશ

અમેરીકા-ઈરાન તણાવ વચ્ચે તહેરાન પાસે 180 યાત્રીથી ભરેલું યૂક્રેનનું બોઈંગ વિમાન ક્રેશ

0
  • તહેરાન પાસે ઉડાન ભરતા જ પ્લેન ક્રેશ
  • યૂક્રેનના બોઈંગ વિમાનમાં 180 યાત્રી સવાર હતા
  • વિમાનમાં ખરાબીના કારણે ઉડાન ભર્યા બાદ દુર્ઘટના સર્જાય

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવમાં ઈરાનની રાજધાની તેહરાનમાં ખુમૈના આંતરરાષ્ટ્રીય હવાઇમથક નજીક એક પેસેન્જર વિમાન ક્રેશ થયું છે. આ વિમાન યુક્રેનનું હતું અને તેમાં 180 મુસાફરો સવાર હતા.કહેવામાં આવી રહ્યું  છે કે ફ્લાઈટ નંબર પીએસ 752 વિમાન જ્યારે આ ઘટનાનો શિકાર બન્યું ત્યારે 7900 ફૂટની ઊંચી પર હતું.

ઈરાનની સમાચાર એજન્સીએ જણાવ્યું કે,ટેકનીકલ ખરાબીના કારણે ઉડાન ભર્યા બાદ ક્રેશ થયુ હતું,જો કે હાલમાં બચાવ કાર્ય શરુ કરવામાં આવ્યું છે,જો કે હાલ આ વિશે સમગ્ર જાણકારી મળવી મુશ્કેલ છે.

ઈરાનની સરાકરી ન્યૂઝ એજન્સી ISNA પાસેથી મળતી માહીતી અનુસાર  બોઈંગ 737 જેટ એક ટેકનીકલ ખામીના કારણે ટેક ઓફ કરવાના થાડા સમય બાદ જ આ દુર્ઘટના સર્જાય હતી,યુક્રેન જઈ રહેલા આ વિમાનમાં 180 યાત્રીઓ સવાર હતા,વિમાવ દુર્ઘટના પહેલા અમેરીકા અને ઈરાન વચ્ચેનો માહોલ તણાવપૂર્ણ જોવા મળ્યો હતો.ત્યારે હવે ઈરાક સ્થિત અમેરીકા સેનાના ઠેકાણાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો.

(સાહીન)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.