1. Home
  2. Political
  3. અમે ભષ્ટ્રાચાર કર્યો હોય તો ફાંસી પર ચડાવી દેવા જોઈએઃ અહેમદ પટેલ
અમે ભષ્ટ્રાચાર કર્યો હોય તો ફાંસી પર ચડાવી દેવા જોઈએઃ અહેમદ પટેલ

અમે ભષ્ટ્રાચાર કર્યો હોય તો ફાંસી પર ચડાવી દેવા જોઈએઃ અહેમદ પટેલ

0

રાજકોટ: ગુજરાત લોકસભાની ચૂંટણીમાં ભાજપને 200 બેઠકો પણ નહીં મળે. ગુજરાતમાંથી કોંગ્રેસ 15 બેઠકો જીતશે એવો વિશ્વાસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.23મી પછી પૂર્વ વડા પ્રધાન બની જશે. જે લોકો કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા છે તે અંગત સ્વાર્થ માટે ગયા છે અને કોંગ્રેસ ભવિષ્યમાં આવા લોકોને ઓળખી અને ટિકિટની વહેંચણી ખૂબ જ કાળજી પૂર્વક કરવી પડશે તેમ રાજ્ય સભાના સાંસદ અને એઆઈસીસીના ખજાનચી અહેમદ પટેલે રાજકોટમાં મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું. કે, તમામ વર્ગ ભાજપ સરકારથી પરેશાન છે અને દુઃખી છે. આ સરકારને બીજી તક દેશના લોકો આપશે નહીં. પક્ષ પલ્ટો કરનાર અંગત સ્વાર્થ માટે ગયા છે. ગુજરાતમાં  કોંગ્રેસને ડબલ ડીઝીટમાં બેઠકો મળશે, 15 બેઠકો જીતીએ એવો વિશ્વાસ છે. સિધ્ધાંત અને નીતિની વાતો કરતી ભાજપ વિપક્ષને ખરીદીને તોડે છે. ભવિષ્યમાં કોંગ્રેસને ટિકિટ આપતા પહેલા વિચાર કરી ઉમેદવારો પસંદ કરશે. હાર્દિક પટેલ પર હિંસક રીતે હુમલો કરાવો યોગ્ય નથી. સરહદો પર હૈ તનાવ લગતા હૈ ચુનાવ આને વાલા હે. શાયરી બોલી કટાક્ષ કર્યો હતો. મધ્યપ્રદેશના કૌંભાડના આક્ષેપ પર અહેમદ પટેલે જણાવ્યું હતું કે, અમે ભષ્ટ્રાચાર કર્યો હોય તો ફાંસી પર ચડાવી દેવો જોઈએ. ખોટી રીતે રેડ હતી તેના કારણે હું ત્યાં ગયો હતો. હજુ પણ ભાજપ સરકાર થોડા દિવસ છે, જે તપાસ કરવી હોય તે કરાવી શકે છે. 2014માં જે વાયદા કર્યા ત્યારે 5 વર્ષના અંતે હિસાબ આપવાના બદલે કોંગ્રેસ પાસે હિસાબ માંગે છે. આક્ષેપ તો થતા હોય છે, વાતાવરણ જે છે એમ 5 વર્ષમાં ભાજપે જેમ રાજ કર્યું તેનાથી તમામ વર્ગ દુઃખી છે. કોંગ્રેસ આતંકવાદી સાથે ઇલું ઇલું કરે છે એવું કહેનારા કહે છે કોંગ્રેસે શું ગુમાવ્યું છે, આ લોકો આતંકવાદીને કધાર મુકવા ગયા હતા, કોંગ્રેસે મોટા નેતાઓ ગુમાવ્યા છે. મુંબઇ હુમલામાં ગુજરાતના દરિયાકિનારેથી આતંકવાદી ઘૂસ્યા તો ગુજરાત સરકાર શું કરતી હતી એ અમારો સવાલ હતો. 2008માં અડવાણીએ ઇવીએમ પર શંકા કરી હતી. પ્રધાનમંત્રી વીમાં યોજના તદન નિષ્ફળ છે, કોઈને પૂરતો વીમો મળતો નથી. મારા પ્રત્યે ભાજપને પ્રેમ છે, મારી પર રેડ કરાવવામાં આવે છે પણ સાબિત થાય તો ફાંસી આપી દે એવી માંગ કરું છું. પ્રિયંકા ચતુર્વેદી કોંગ્રેસમાં જોડાયા તે મુદ્દે અહેમદ પટેલે જણાવ્યું હતું કે, કોમ્યુનિકેશન ગેપને લઈને પ્રિયંકા ચતુર્વેદીએ કોંગ્રેસ છોડ્યું છે. કોંગ્રેસ કમલમમાં નોટબધી વખતે થયું તેની પૂરી તપાસ થવી જોઈએ અમે કરશું. ઇલેક્શન કમિશનની થોડી કમજોરી છે, પક્ષ કોઈ પણ હોય બધાએ સાથે મળી વિચારવું જોઈએ.

tags:

LEAVE YOUR COMMENT