1. Home
  2. Regional
  3. અરવલ્લી જિલ્લામાં વિવેકાનંદ યુવક મંડળોને 710 કિટ્સનું વિતરણ કરાયું
અરવલ્લી જિલ્લામાં વિવેકાનંદ યુવક મંડળોને 710 કિટ્સનું વિતરણ કરાયું

અરવલ્લી જિલ્લામાં વિવેકાનંદ યુવક મંડળોને 710 કિટ્સનું વિતરણ કરાયું

0

 મોટી ઇસરોલઃ  ગુજરાત સરકાર રમત – ગમત યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ , ગાંધીનગરના ઉપક્રમે ગુજરાત રાજ્ય યુવક બોર્ડ પ્રેરીત જિલ્લા વહીવટી તંત્ર અરવલ્લી દ્વારા સ્વામી વિવેકાનંદ યુવા મંડળોની કિટ વિતરણ સમારોહ મોડાસા ખાતે યોજાયો હતો.

રાજ્યના કણ કણના વિકાસની કોઈ વાત હોય ત્યારે યુવાનોનું પ્રદાન હંમેશા મહત્ત્વપૂર્ણ રહ્યું છે, દિવ્ય અને ભવ્ય ગુજરાતના નિર્માણમાં રમત -ગમતને મહત્વતા આપી અને યુવાનેને શારીરિક મજબૂત બનાવવાના ઉમદા વિચાર સાથે આ સમારંભ ગુજરાત માટીકલા કારીગીરી અને ગ્રામ્ય ટેકનોલોજી સંસ્થાના અધ્યક્ષ દલસુખભાઈ પ્રજાપતિની પ્રેરક ઉપસ્થિતી માં યોજાયો હતો. આ સમારોહમાં  જિલ્લા કલેક્ટર  એમ.નાગરાજન,  અરવલ્લી જિલ્લા ભાજપા પ્રમુખ  રણવીરસિંહ ડાભી, મોડાસા નગરપાલિકા પ્રમુખ  સુભાષભાઈ શાહ, વિવેકાનંદ રમત ગમત યુવક મંડળ જિલ્લા પ્રભારી  દિપકભાઇ પટેલ જિલ્લા રમત-ગમત અધિકારી હર્ષાબેન ઠાકોર અરવલ્લી જિલ્લા ભાજપા યુવા મોરચા પ્રભારી દેવલભાઇ ત્રિવેદી મંચસ્થ ઉપસ્થિત રહ્યા હતા.અને ઉપસ્થિત મહાનુભાઓના હસ્તે રમત -ગમત કીટ વિતરણ કરવામાં આવી હતી.

tags:

LEAVE YOUR COMMENT