1. Home
  2. Regional
  3. અલ્પેશ ઠાકોરને ભાજપમાં જોડાવાની કોઈ જ વાત નથીઃ મુખ્યમંત્રીએ ચૂંટણી સભામાં કોંગ્રેસ પર કર્યા પ્રહારો
અલ્પેશ ઠાકોરને ભાજપમાં જોડાવાની કોઈ જ વાત નથીઃ મુખ્યમંત્રીએ ચૂંટણી સભામાં કોંગ્રેસ પર કર્યા પ્રહારો

અલ્પેશ ઠાકોરને ભાજપમાં જોડાવાની કોઈ જ વાત નથીઃ મુખ્યમંત્રીએ ચૂંટણી સભામાં કોંગ્રેસ પર કર્યા પ્રહારો

0

મોટી ઇસરોલ:  અરવલ્લી જિલ્લામાં આદિજાતિ પછાત મેઘરજ ખાતે રાજયના મુખ્ય મંત્રી વિજય  રૂપાણીએ આજે  વિશાળ જનમેદનીને સંબોધતા કોંગ્રેસને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આખું જીવન રાષ્ટ્રને સમર્પિત છે.તેમણે દેશની ચિંતા કરી છે અને તેમના હાથમાં જ દેશ સુરક્ષિત છે તેઓ ઈમાનદારીથી આ દેશની સેવા કરી રહ્યા છે ત્યારે ચોર લોકો ચોકીદારને બેશરમ થઈને ચોર કહેવા નીકળ્યા છે, રાષ્ટ્રને જીવન સમર્પિત ઈમાનદાર ચોકીદાર સામે જેઓ ભૂતકાળમાં એક બીજાના મોઢા પણ જોવા તૈયાર ન હતા તેવા લોકો એમની મજબૂરીથી ભેગા થયા છે. એમને ભય છે કે ફરી પાછો  બીજા પાંચ વર્ષ આ ઇમાનદાર ચોકીદાર વડાપ્રધાન બનશે તો દેશને લૂંટનારાઓને નહિ છોડે અને એના ભયથી જ ચોકીદારને વડાપ્રધાન બનતા રોકવા બધા ભેગા મળ્યા છે. દરમિયાન પત્રકારો સાથેની વાતચિતમાં રૂપાણીએ જણાવ્યું હતું કે,અલ્પેશ ઠાકોરની ભાજપમાં જોડાવાની કોઈ વાત નથી.

 મુખ્યમંત્રી રૂપાણીએ સભાને સંબોધતા વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે ભ્રષ્ટાચાર હટાવો, ગરીબી હટાવો તો આ લોકો મોદી હટાવવા નીકળ્યા છે.દેશના હિત માટે કામ કરનાર મોદી અને  રાષ્ટ્રવાદ એક તરફ છે તો બીજી તરફ પરિવારવાદ છે.પરિવારવાદમાં ખુપેલી કોંગ્રેસ પાસે દેશ હિતના કોઈ મુદ્દા જ નથી દેશના હિતને જોખમે પરિવારના હિત સિવાય બીજું કંઈ નથી.એક બાજુ સર્વ ધર્મ સમભાવનું હિત જોનાર છે અને ગરીબો, કોઈપણ ધર્મ સમાજ માટે સર્વને સમાન હક્ક આપનાર છે. સોનિયાના ઈશારે દસ વર્ષ કોંગ્રેસની સરકાર ચાલી ત્યારે શું કર્યું?  મુંબઈના સૌથી મોટા હુમલા સહિતના જુદા જુદા સ્થળોએ થયેલા આતંકવાદી હુમલામાં ત્રણ ત્રણ દિવસ આતંકવાદીઓએ ત્રાસ ગુજાર્યો ત્યારે આતંકીઓ  સામે શુ પગલાં લીધા? તેવો પ્રશ્નાર્થ કરીને મુખ્યમંત્રીએ કહ્યું કે સેનાએ જ્યારે સર્જીકલ સ્ટ્રાઇક કરી ત્રાસવાદીઓને ઉડાડી દીધા તેના પુરાવા માંગવા નીકળ્યા છે!! કોંગ્રેસે દેશના બે ભાગલા પડ્યા હતાં.એ સમયે દેશનું સુકાન સરદાર સાહેબને સોંપ્યું હોત તો આજે કાશ્મીરની કોઈ સમસ્યા જ ન હોત.. સરદાર અને મોરારજી દેસાઈને હાસિયામાં ધકેલીને પરિવારવાદ જ કરતા રહ્યા. અંતમાં મુખ્યમંત્રીએ કહ્યું કે કેન્દ્રમાં પાંચ વર્ષના શાસન દરમિયાન 50 કરોડ પરિવારોને આરોગ્ય સેવા સારવાર માટે પાંચ લાખની રકમની સહાયની આશિર્વાદરૂપ યોજના સહિતની ગરીબો,મધ્યમવર્ગ,  ખેડૂતોને પેન્શન ,ગેસ ચૂલા અને જોડાણ , 30 કરોડ  ગરીબોને શૌચાલયો આપવા સહિતના લોક સુખકારીના કામયાબી ભર્યા સેવાના કામો કર્યા છે.ખેડૂતો માટે પ્રધાન મંત્રી કિસાન કલ્યાણ યોજના થકી બરોબર ખાતામાં સહાયની રકમ ચૂકવવાનો પ્રારંભ થયો છે.2022 સુધીમાં ગરીબોને પોતાના મકાન મળશે.માત્ર ગરીબી હટાવોના સ્વપ્ન નહિ સાચા અર્થમાં સમાજના તમામ વર્ગોના ઉત્થાનની ચિંતા ભાજપની મોદી સરકારે કરી છે.કોંગ્રેસ માત્ર દિવાસ્વપ્નો જ બતાવે છે પણ શાણા લોકો એમની વાતથી ભરમાય તેમ નથી.સારા ખોટાનો ભેદ પારખનાર  જનતાજનાર્દન આગામી ચૂંટણીમાં આ જિલ્લામાંથી પણ જંગી મતોથી ભાજપનું કમળ દિલ્હી મોકલશે તેવો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

 આ જાહેરસભામાં સાબરકાંઠા લોકસભા બેઠકના પ્રભારી હર્ષદગીરી ગોસ્વામી, ભાજપના જિલ્લા પ્રમુખ રણવીરસિંહ ડાભી, લોકસભા સહ ઇન્ચાર્જ કનુભાઇ પટેલ, મહામંત્રી શામળભાઈ પટેલ,પૂર્વ પ્રમુખ ભરતસિંહ રહેવર,પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી હીરાજી ડામોર,જિલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ ભીખાજી ડામોર,પૂર્વ ધારાસભ્ય ભીખીબેન પરમાર,જિલ્લા ઉપપ્રમુખ કાળુભાઇ ડામોર,, લોકસભા મીડિયા ઇન્ચાર્જ પ્રભુદાસ પટેલ, વિધાનસભા ઇન્ચાર્જ ભીખુસિંહ પરમાર ,પી.સી.બરંડા,વિરોધ પક્ષના નેતા રાજેન્દ્ર જે.પટેલ, નીલાબેન મડીયા, પ્રક્ષિતાકુમારી જાડેજા, મંડલ પ્રમુખ ભૂપતસિંહ ચૌહાણ, જિલ્લા પં. સદસ્ય રમિલાબેન ડામોર, મેઘરજ તા.પં.પ્રમુખ  સુરતાબેન ડામોર,  જિલ્લા સંઘના ચેરમેન અને ,જિલ્લા દલિત મોરચા પ્રમુખ દિનેશ, જિલ્લાના આગેવાનો, વિવિધ મોરચાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.  આ જાહેર સભામાં સ્થાનિકો તેમજ નાગરિકો હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

tags:

LEAVE YOUR COMMENT