1. Home
  2. Regional
  3. આણંદ સોજીત્રા રોડ પર અકસ્માત બાદ કારમાં આગ લાગતા ચાલક જીવતો ભુંજાયો
આણંદ સોજીત્રા રોડ પર અકસ્માત બાદ કારમાં આગ લાગતા ચાલક જીવતો ભુંજાયો

આણંદ સોજીત્રા રોડ પર અકસ્માત બાદ કારમાં આગ લાગતા ચાલક જીવતો ભુંજાયો

0

આણંદઃ ગુજરાતમાં હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે.આણંદ સોજીત્રા રોડ અકસ્માતની ઘટના બની હતી. આણંદ જનતા ચોકડી પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર સવાર જીવતો બળીને ખાખ થઇ ગયો હતો. આ ઘટનામાં કાર પણ બળીને ખાક થઇ ગઇ હતી. ઘટનાના પગલે સ્થાનિક લોકોના ટોળાં ભેગા થઇ ગયા હતા. અને તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે, ત્યાર સુધીમાં કાર ચાલક સળગતી કારમાં જીવતો ભુંજાયો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ શુક્રવારે મોડી રાત્રે આણંદના સોજીત્રા રોડ ઉપર સુરત પાસિંગની કાર પસાર થઈ રહી હતી. દરમિયાન કાર અચાનક પલટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો અને કારમાં આગ લાગી હતી.   જોતજોતામાં આગે ભીષણ સ્વરૂપ ધારણ કરી લેતા આખી કાર આગની ઝપેટમાં આવી ગઇ હતી. કારમાં આગ લાગવાના કારણે કાર ચાલક આગમાં જીવતો સળગી જતા મોતને ભેટ્યો હતો.  ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ ઉપર પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સાથે સાથે સ્થાનિક લોકોના ટોળાં પણ સ્થળ ઉપર એકઠાં થયા હતા.

tags:

LEAVE YOUR COMMENT