1. Home
  2. Regional
  3. આપણી આધ્યાત્મિક સંસ્કૃતિ એવી છે કે, જેવા ભક્ત એવા ભગવાનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી
આપણી આધ્યાત્મિક સંસ્કૃતિ એવી છે કે, જેવા ભક્ત એવા ભગવાનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

આપણી આધ્યાત્મિક સંસ્કૃતિ એવી છે કે, જેવા ભક્ત એવા ભગવાનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

0

અમદાવાદ :  ગાંધીનગર-સરખેજ હાઈવે પર આવેલા અડાલજ ખાતે શ્રી અન્નપૂર્ણા ધામ, વિશ્વના પ્રથમ અદ્યતન પંચતત્વ મંદિરની આજે તા. 5 માર્ચને મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં પાટીદારો ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું.કે, જો ભક્ત પહેલવાન હોય તો ભગવાન હનુમાન હોય, ભક્ત જો શિક્ષક હોય તો ભગવાન મા સરસ્વતી હોય, ભક્ત જો રુપિયામાં રાચતો હોય તો ભગવાન લક્ષ્મી મા હોય. અને ભક્ત જો ખેડુ હોય તો ભગવાન દેવી અન્નપુર્ણા હોય. આપણા દેશમાં જેવા ભક્ત તેવા ભગવાન તેવી આપણી આધ્યાત્મિક સંસ્કૃતિ છે.

ગાંધીનગરના અડાલજ ખાતે મા અન્નપૂર્ણાધામની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી પહોંચ્યા હતા. વડાપ્રધાને મા અન્નપૂર્ણાની પૂજા-અર્ચના કરી હતી. બાદમાં તેમણે સ્ટેજ પર હાજર કેશુભાઈ પટેલને પગે લાગી આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ વડાપ્રધાન મોદીએ રિમોટથી શિક્ષણભવન- વિદ્યાર્થી ભવનનું અનાવરણ કર્યું હતું. લેઉવા પાટીદારોને સંબોધન કરતા મોદીએ કહ્યું કે આપણા દેશમાં જેવા ભક્ત તેવા ભગવાન તેવી આપણી આધ્યાત્મિક સંકૃતિ છે. કોઈ પણ દિશામાં જાઓ તમને ઓટલો અને રોટલો બંને મળી રહેશે. કાઠિયાવાડના ખેડૂતનો મતલબ એટલે લેઉવા પટેલ. અન્નપૂર્ણાધામમાં સમાજના પછાત વર્ગના બાળકો અહિંયા શિક્ષા ગ્રહણ કરે તેવી આ શિક્ષણ સંકૂલમાં વ્યવસ્થા છે. સમાજ શક્તિશાળી હશે તો દેશ આપોઆપ શક્તિશાળી બનશે વડાપ્રધાને સંબોધનમાં વધુમાં જણાવ્યું હતું કે, લેઉવા પટેલ સમાજને ધરે જે દીકરી પેદા થાય તે દીકરીને મા અન્નપૂર્ણાને પગે લગાડવા લઈ આવવા અપીલ કરૂ છું. સરગાર વલ્લભભાઈ પટેલને યાદ કરીને કહ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા દુનિયાને ઉપર જોવું જ પડે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો કોઈ રેકોર્ડ નહી તોડી શકે. જાતિવાદના રંગે રંગવું એ એક પાપ છે હું ઈચ્છું છું કે આપણો ખેડૂત જે પકવે તેને ફૂડ પ્રોસેસિંગનો લાભ મળવો જોઈએ. અહિયાં હું કોઈ મહેમાન બનીને નથી આવ્યો.  આજે જ્યારે ખેડૂત પુત્રો વચ્ચે આવ્યો છું ત્યારે જય જવાન જય કિસાનનું મુલ્ય છે આ કાર્યક્રમમાં રાજ્યપાલ ઓ.પી.કોહલી, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલ, વિપક્ષના નેતા પરેશ ધાનાણી, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, મધ્ય પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

tags:

LEAVE YOUR COMMENT