1. Home
  2. ગુજરાતી
  3. ઈરાક સ્થિત અમેરિકા બેઝ પર ફરી હુમલો- બે એયરમેન સહિત 4 લોકો ઘાયલ
ઈરાક સ્થિત અમેરિકા બેઝ પર ફરી હુમલો- બે એયરમેન સહિત 4 લોકો ઘાયલ

ઈરાક સ્થિત અમેરિકા બેઝ પર ફરી હુમલો- બે એયરમેન સહિત 4 લોકો ઘાયલ

0
  • ઈરાનમાં અમરિકા બેઝ પર ફરી હુમલો
  • અમેરીકા-ઈરાન વચ્ચે તણાવ વઘવાની શક્યતાઓ
  • ઈરાકમાં અમેરિકાન સેનાની છાવણી પર ફરી હુમલો
  • હુમલામાં  લોકો ઘાયલ

ઈરાન અને અમેરીકા વચ્ચે ચાલી રહેલ તણાવની સ્થિતિ ઘીમે-ઘીમે વકરતી જોવા મળી રહી છે, રવિવારના રોજ એક વખત ફરી અમેરિકા સેન્ય બેઝ પર ભારે હુમલો કરવામાં આવ્યો હતો . ઈરાકના અલ-બલાદ સ્થિત અમેરીકા એરબેઝ પર 8 રોકેટ છોડવામાં આવ્યા હતા, આ હુમલામાં ચાર લોકો ઘાયલ થવાના સમાચાર સામે આવ્યા છે,આ ઘાયલ થયેલા લોકોમાં બે ઈરાકી ઓફીસર અને બે એરમેનનો સમાવેશ થાય છે.

મળતી માહિતી મુજબ આ હુમલા માટે કોઈ પણ ગૃપ કે સંગઠન દ્વારા જવાબદારી લેવામાં આવી નથી,જો કે, અમેરીકા દ્વારા પહેલેથી જ આરોપ લગાવવામાં આવ્યા છે કે, ઈરાકમાં ઈરાનને સમર્થન આપતા ગૃપ મારફત આ હુમલા કરાવવામાં આવી રહ્યા છે.

આ સમયે સમગ્ર વિશ્વની નજર ઈરાન અને અમેરીકા વચ્ચે સર્જાયેલા ઘર્ષણ પર છે,આ બન્ને દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિ બનતી જોવા મળી રહી છે,આ પહેલા પણ ઈરાનએ ઈરાક સ્થિત અમેરિકી અને સંગઠન સેનાઓના ઠેંકાણો પર મિસાઈલ મારફત હુમલો કરી ક્રયો હતો .

મીડિયા રિપોર્ટસ પ્રમાણે ઈરાકના અલ-બલાદ એરબેઝ પર અમેરિકી સેનાના ઠેંકાણા પર 8 રોકેટ છોડવામાં આવ્યા હતા,આ હુમલામાં 4 લોકોના ઘાયલ થવાના સમાચાર સામે આવ્યા છે,અલ-બલાદ અરબેઝ ઈરાકના એફ-16 ફાઈટર પ્લેનનું મુખ્ય મથક છે,જેને તેની ઉડાન ક્ષમતા અપગ્રેડ કરવા માટે અમેરીકા પાસેથી ખરીદવામાં આવ્યું છે.

લશ્કરી સૂત્રોએ મીડિયાને જણાવ્યું હતું કે, બેઝમાં યુએસ એરફોર્સ અને કોન્ટ્રાક્ટરોની એક નાની ટુકડી છે કારણ કે, યુએસ અને ઈરાન વચ્ચેના તણાવના કારણે છેલ્લા બે અઠવાડિયાથી મોટા ભાગના લોકોને અહીથી ખસેડી લેવામાં આવ્યા હતા.

જો કે આ અંગે ઈરાનના ગાર્ડનું કહેવું છે કે,8 જાન્યુઆરીના રોજ કરવામાં આવેલા હુમલામાં કોઈ પણ અમેરિકી સૈનિકને મારવાનો ઈરાદો નહોતો,જો કે હાલ એ વાત ચોક્કસ છે કે,અમેરિકી બેઝ પર થયેલા આ નવા હુમલા થવાથી આ બન્ને દેશો વચ્ચેની સ્થિતિ સામાન્ય તો નહી જ થાય,તે ઉપરાંત ઘર્ષણ વઘવાની શક્યતો વઘી રહી છે.

(સાહીન)

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.