1. Home
  2. Regional
  3. ઉત્તર ગુજરાતમાં હવામાનમાં પલટોઃ વાદળછાંયા વાતાવરણમાં બપોરે ગરમી,રાત્રે ઠંડી
ઉત્તર ગુજરાતમાં હવામાનમાં પલટોઃ વાદળછાંયા વાતાવરણમાં બપોરે ગરમી,રાત્રે ઠંડી

ઉત્તર ગુજરાતમાં હવામાનમાં પલટોઃ વાદળછાંયા વાતાવરણમાં બપોરે ગરમી,રાત્રે ઠંડી

0

(વિજ્ય બારોટ દ્વારા) ડીસાઃ ઉત્તર ગુજરાતમાં હવામાનમાં મંગળવારથી જ પલટો આવ્યો છે. વાતાવરણમાં વાદળો છવાતાં ખેડુતો ચિંતિત બન્યા છે. છેલ્લા બે ત્રણ દિવસથી હવામાનનો પારો ધીરે ધીરે ઉંચો જઈ રહ્યો હતો. પરંતુ હવામાનમાં અચાનક પલટો આવતા દિવસ અને રાત્રીના તાપમાનમાં આશરે ત્રણ ડિગ્રીનો ઘટાડો થયો છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી 48 કલાક સુધી વાતાવરણ વાદળછાયું રહેવાની શક્યતા છે.

 શિયાળો વિદાય લેતો નથી અને ઉનાળાનું આગમન થતું નથી. એવી પરિસ્થિતિ હાલમાં નિર્માણ થઈ છે. ઉત્તર ભારતના પર્વતિય ક્ષેત્રોમાં સોમવારથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાતા ફરીથી ભારે હીમ વર્ષા થઈ રહી છે. જેના કારણે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, તેમજ ઉત્તરાખંડ વિસ્તારમાં હીમ વર્ષાને કારણે તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રીનો ઘટાડો થયો છે. અને તેની અસર ઉત્તર ભારતના મેદાની વિસ્તાર સુધી વર્તાઈ રહી છે. હવામાનશાસ્ત્રીઓના કહેવા મુજબ આગામી તા. 14મી માર્ચે વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાનું છે. જે વધુ પ્રભાવશાળી હોવાની સંભાવના છે. જેની અસર પશ્વિમ હિમાલય વિસ્તારથી શરૂ થઈ ઉત્તર પૂર્વના સમગ્ર પર્વતિય વિસ્તારો અને મેદાની વિસ્તારોમાં વર્તાશે. જમ્મુ-કાશમીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કીમ, પં.બંગાળ, ઓરિસ્સા, અરૂણાચલ પ્રદેશ,આસામ, મણીપુર, મિઝોરમ, નાગાલેન્ડ, તેમજ ત્રિપુરામાં મેઘ ગર્જના સાથે વરસાદ પડવાની શક્યતા છે. અને આ પ્રદેશોમાં પવનની ગતિમાં પણ વધારો થશે. ઉત્તર ગુજરાતમાં આગામી 48 કલાક સુધી વાતાવરણ વાદળછાંયું રહેશે. દિવસનું મહત્તમ તાપમાન 30 ડિગ્રી અને રાત્રીનું તાપમાન 15 ડિગ્રી આસપાસ રહેશે. જ્યારે પવનની ગતિમાં પણ વધારો થશે.

tags:

LEAVE YOUR COMMENT