1. Home
  2. Regional
  3. ઉત્તર-પૂર્વીય ઠંડા પવનને લીધે ગુજરાત કાતિલ ઠંડીના મોજામાં સપડાયુઃ ડીસામાં 6.4 ડિગ્રી
ઉત્તર-પૂર્વીય ઠંડા પવનને લીધે ગુજરાત કાતિલ ઠંડીના મોજામાં સપડાયુઃ ડીસામાં 6.4 ડિગ્રી

ઉત્તર-પૂર્વીય ઠંડા પવનને લીધે ગુજરાત કાતિલ ઠંડીના મોજામાં સપડાયુઃ ડીસામાં 6.4 ડિગ્રી

0

ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. જમ્મુ-કાશ્મીર સહિત ઉત્તર ભારતમાં હીમ વર્ષા સાથે વાતાવરણ પલટાતા ઉત્તર-પૂર્વીય પવનોએ ગુજરાત પણ કાતિલ ઠંડીના મોજામાં સપડાયું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગુજરાતમાં હજુ બે દિવસ ઠંડીનું મોજુ યથાવત રહેશે.

ગુજરાતભરમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. આજે ઉત્તર ગુજરાતના ડીસાનું લઘુત્તમ તાપમાન 6.4 ડિગ્રી નોંધાતા ઠંડીએ 7 વર્ષનો રેકોર્ડ તોડયો હતો. જ્યારે કચ્છના નલીયામાં લઘુત્તમ તાપમાન 7.5 ડીગ્રી નોંધાયું હતું . અમદાવાદમાં તાપમાન 9.4 ડીગ્રી નોંધાયું છે. લોકો ઠંડીથી બચવા તાપણાનો સહારો લઇ રહ્યાં છે. સુસવાટા મારતા પવનથી લોકો ઠુઠવાયા હતાં  આગામી બે દિવસ અમદાવાદમાં ઠંડીનો પારો 9થી 11 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. રાજ્યમાં 6.4 ડિગ્રી સાથે ડીસા સૌથી ઠંડું શહેર બન્યું હતું.  અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સાબરકાંઠા, અરવલ્લી સહિતના જિલ્લામાં 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સૂસવાટા મારતો પવન ફૂંકાયો હતો. બે દિવસથી ગરમીનું વાતાવરણ રહ્યા બાદ અચાનક જ ઠંડીમાં ફેરવાઇ ગયું અને ઠંડીનું પ્રમાણ વધી ગયું હતું. દિવસભર ધૂળની ડમરીઓ ઉડતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.

tags:

LEAVE YOUR COMMENT