1. Home
  2. Regional
  3. ઉમિયા માતાજી મંદિરના ભૂમિ પૂજન બાદ મોદીએ કહ્યુ ચિંતા ન કરતા 2019 પછી હું જ રહેવાનો છું
ઉમિયા માતાજી મંદિરના ભૂમિ પૂજન બાદ મોદીએ કહ્યુ ચિંતા ન કરતા 2019 પછી હું જ રહેવાનો છું

ઉમિયા માતાજી મંદિરના ભૂમિ પૂજન બાદ મોદીએ કહ્યુ ચિંતા ન કરતા 2019 પછી હું જ રહેવાનો છું

0

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા બાદ જામનગરમાં વિકાસ કામાના લોકાર્પણ અને ઉદ્ધાટનો કર્યા બાદ અમદાવાદ પહોંચ્યા હતા.જ્યાં મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપ્યા બાદ જાસપુરમાં ઉમિયા માતાજીના મંદિરનું ભૂમિ પૂજન કર્યું હતું. આ પ્રસંગે યોજાયેલા સમારોહમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, 2019 પછી પણ હું જ છું તેની ચિંતા ન કરતા. આવુ કહેતા જ જનમેદનીમાં મોદી મોદીના નારા લાગ્યા હતા. તેમણે કહ્યું કે, ભારત સરકારે આમાં કંઈ પણ કરવું હોય તો દિલ્હીમાં જે ઘર છે તે તમારું જ છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કરતા વધુમાં જણાવ્યું હતું કે, આ વખતે પ્રયાગરાજમાં જે કુંભમેળો થયો, પણ આ વખતે તેની ચર્ચા દુનિયાના અખબારોમાં થઈ. તે પણ સ્વચ્છતાની બાબતમાં. તેની સ્વચ્છતાની આ દુનિયામાં નોંધ લેવાઈ. હજારો વર્ષોનો આપણો ઈતિહાસ છે. કે, આ દેશ ઋષિ, ખેડૂતો, ગુરુ, શિક્ષકોના યોગદાનથી બનેલો છે. આપણી આધ્યાત્મિક પરંપરા અને વિરાસત તેનુ ચાલકબળ રહ્યું છે. ગુલામીના કારખાનામાં પણ આટલી મોટી લડાઈ હજાર-બારસો વર્ષ સુધી લડી રહ્યા. દેશ માટે હંમેશા મરજીવીયાની કતાર લાગેલી છે. આ દેશની ચેતના તેની પ્રેરણા હશે. એક પ્રકારે આપણે આધ્યાત્મિક પરંપરા સામાજિક ચેતનાની કેન્દ્રમાં રહી છે. જેને કારણે સમાજ જીવનમાં સમયાનુકુળ પરિવર્તન આવ્યું છે. સમય જતા કેટલુક વિસરાયું પણ છે. વડાપ્રધાને ભ્રૂણ હત્યા વિશે વાત કરતા જણાવ્યું હતું કે, જો આપણે માતા ઉમિયાની પુજા કરતા હોય, અને ભ્રૂણહત્યા કરીએ તો માતા ઉમિયા આપણને માફ કરે કે ના કરે. કેમ ચૂપ થઇ ગયા. કહીને જણાવ્યું હતું. મોદીએ કહ્યું કે, હું પહેલા ઊંઝાથી ખુબ નારાજ રહેતો હતો. કારણ કે દીકરીઓની સંખ્યા ઊંઝામાં ખુબ જ ઓછી હતી. જેના કારણે હું તેમને ખુબ ઠપકો આપતો હતો. આ સાથે પીએણ મોદીએ સ્ત્રી ભ્રૂણ હત્યાને લઇને શપથ લેવડાવ્યા હતા, કે આપણે ક્યારેય ભ્રૂણ હત્યા નહી કરીએ. હવે આ પાપ આપણે નહીં કરીએ. દીકરી હંમેશાં સમાજમાં આગળ છે. 100થી વધુ ગોલ્ડ પણ દીકરીઓ લાવે છે. પછી તે ભલે ગમે તે ક્ષેત્રમાં હોય. આજે લોકોના મનમાં એવું હોય છે કે દીકરો હશે તો ઘડપણ સારું જશે. પરંતુ આજે ચાર ચાર બંગલાઓ હોવા છતાં મા-બાપને વૃદ્ધાશ્રમમાં જવું પડે છે. નવી પેઢીમાં કેટલીક બાબતો આવી રહી છે, આવનારી પેઢીને તબાહ કરી રહી છે. યુવા પેઢીને બચાવવી છે. વ્યસન, નશાના રસ્તે બાળકો ન જવા જોઈએ. પૈસાના જોરે આ વસ્તુઓ ઘરમાં ન ઘૂસે તે મા ઉમિયાના દરેક સંતાને જોવુ જોઈએ. વીર જવાનો પરાક્રમ કરે તો નાનુ શું કામ કરે. મોટુ કરે, પાકુકુ કરે, જ્યાં કરવાનુ હોય ત્યાં જ કરે. ભારતનો મિજાજ બદલાયો. ભારતના સામાન્ય માનવીનુ મન બદલાયુ છે. તેને કારણે દેશ આજે સંકલ્પ લઈ શકે છે અને સિધ્ધી હાંસલ કરી શકે છે. આજે મા ઉમિયાના ચરણોમાં આપણે છીએ ત્યારે છગનબાપાને યાદ કરવા જોઈએ. તેમના મૂળમાં છગનબાપાની દીર્ઘદ્રષ્ટિ હતી. આ મહાપુરુષે કોઈ આટાપાટા નહિ, પણ તેમણે શિક્ષણના રસ્તે પાટીદાર સમાજને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધો. પણ હવે છગનબાપાથી નહિ ચાલે, હવે સેંકડો છગનબાપાની જરૂર છે. જે સમાજને નવી ચેતના આપે. મોદીએ વિશ્વ ઉમીયા ધામની ભૂમિ પૂજનનું અનાવરણ કર્યું. તેમણે પોતાના સંબોધનમાં બોલ મારી મા, ઉમિયા માના સૂત્રોચ્ચાર કરાવ્યા હતા. તો સાથે જ હર હર મહાદેવ પણ કહ્યું હતું. તેમણે ભારત માતા કી જયના ત્રણ જયકાર બોલાવ્યા હતા.

tags:

LEAVE YOUR COMMENT