in , , ,

એક સેકન્ડમાં ભાજપ કાર્યાલય પર કરી શકુ છું કબજો, સારું માનો શાંત છું: મમતા બેનર્જી

ટીએમસી અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ ખુલ્લેઆમ ભાજપના નેતાઓ ધમકી આપી છે. મમતા બેનર્જીએ કહ્યું છે કે તમારી કિસ્મત સારી છે, નહીંતર હું એક સેકન્ડમાં ભાજપના કાર્યાલય પર કબજો કરી શકું છું. ભાજપને ધમકી આપતા મમતા બેનર્જીએ કહ્યું છે કે તમારા લોકોનું નસીબ સારું છે કે હું અહીં શાંત બેઠી છું.

ભાજપ અધ્યક્ષ અમિત શાહ પર નિશાન સાધતા મમતા બેનર્જીએ કહ્યું છે કે શું તે ભગવાન છે કે તેમની વિરુદ્ધ કોઈ પ્રદર્શન કરી શકે નહીં? મમતા બેનર્જીએ કહ્યું છે કે ભાજપ અધ્યક્ષ અમિત શાહ એટલા અસભ્ય છે કે તેમણે વિદ્યાસાગરની પ્રતિમા તોડી નાખી. તેમણે કહ્યું છે કે ભાજપના તમામ બહારના લોકો છે.ભાજપ મતદાનવાળા દિવસ માટે આ તમામને લઈને આવ્યું છે.

મહત્વપૂર્ણ છે કે ભાજપ અધ્યક્ષ અમિત શાહનો મંગળવારે પશ્ચિમ બંગાળમાં રોડ શૉ હતો. તે વખતે ખૂબ હિંસા અને આગચંપી થઈ હતી. અમિત શાહે મમતા બેનર્જી પર હિંસા કરાવવાનો આરોપ લગાવ્યો હતો. અમિત શાહે રોડ શૉ પર ટીએમસીના કાર્યકર્તાઓ દ્વારા ઈંટ અને પથ્થર ફેંકવાનો પણ આરોપ લગાવ્યો હતો.

અમિત શાહે કહ્યુ છે કે તેમના રોડ શૉ દરમિયાન બે સ્થાનો પર અશાંતિ પેદા થઈ હતી. આરોપ લગાવવામાં આવ્યો છે કે ટીએમસીના ટેકેદારોએ હિંસા ભડકાવવાની કોશિશ કરી અને ઈંટો વરસાવી હતી. રોડ શૉમાં કથિત પથ્થરમારા બાદ કોલેજ સ્ટ્રીટની નજીક હિંસા ભડકી ઉઠી અને વાહનોની આગચંપી પણ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Video: સવાલ પુછનાર રિપોર્ટરને મારવા દોડવાની “નીચ” હરકત કરી કોંગ્રેસના નેતા મણિશંકર અય્યરે!

બંગાળમાં હિંસા: મમતાએ કહ્યું- અમિત શાહ ભગવાન છે કે એમના વિરુદ્ધ પ્રદર્શન ન થઈ શકે?