Politicalગુજરાતી

ઓડિશાના સીએમ નવીન પટનાયકના બહેન ગીતા મહેતાનો પદ્મશ્રી પુરસ્કાર લેવાનો ઈન્કાર

બીજેડીના અધ્યક્ષ અને ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકના બહેન ગીતા મહેતાએ પદ્મશ્રી પુરસ્કાર લેવાનો ઈન્કાર કર્યો છે. તેમણે આ પુરસ્કાર નહીં લેવાનું કારણ જણાવતા કહ્યું છે કે કેન્દ્રની મોદી સરકારે આગામી લોકસભા ચૂંટણીમાં રાજકીય ફાયદો લેવા માટે આ પુરસ્કાર આપી રહી છે. તેને કારણે તેઓ તેનો સ્વીકાર કરી રહ્યા નથી. ગીતા મેહતાને સાહિત્ય અને શિક્ષણના ક્ષેત્રમાં ઉલ્લેખનીય સિદ્ધિઓ માટે આ પુરસ્કાર આપવાની ઘોષણા કરવામાં આવી હતી.

શુક્રવારે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પદ્મ પુરસ્કારોની ઘોષણા કરી હતી. આ વખતે કુલ 112 પદ્મ પુરસ્કારોનું એલાન કરવામાં આવ્યું છે. જેમાં 94 લોકોને પદ્મશ્રી, 14 હસ્તીઓને પદ્મભૂષણ અને 4 મહાનુભાવોને પદ્મવિભૂષણથી નવાજમાં આવશે. કલા, સામાજિક સેવા, સાહિત્ય, સાઈન્સ, એન્જિનિયરિંગ, ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રી, ચિકિત્સા, શિક્ષણ અને રમતગમત તથા નાગરીક સેવા માટે મહત્વના યોગદાન બદલ ભારત સરકાર દ્વારા મહાનુભાવોને સમ્માનિત કરવા માટે પદ્મ પુરસ્કાર આપવામાં આવે છે.

ગીતા મહેતાએ પદ્મશ્રી પુરસ્કાર નહીં લેવાનું એલાન કરતા કહ્યુ છે કે તેમને આ સમ્માન માટે પસંદ કરવામા આવ્યા, તે તેમના માટે બેહદ સમ્માનની વાત છે. જો કે તેમને આ પુરસ્કાર લેવાનો ઈન્કાર કરતા દુખ થઈ રહ્યુ છે, કારણ કે આ પુરસ્કારની એવા સમયે ઘોષણા કરવામાં આવી છે કે જ્યારે લોકસભા ચૂંટણી નજીક આવી ગઈ છે. આ પુરસ્કારનો ટાઈમિંગ યોગ્ય નથી. પુરસ્કાર લેવાનો ઈન્કાર કરવો તેમના અને સરકાર બંને માટે શરમની વાત છે. તેનો તેમને અફસોસ રહેશે. ગીતા મહેતાએ આના સંદર્ભેની ઘોષણા અમેરિકાના ન્યૂયોર્કથી કરી છે.

મહત્વપૂર્ણ છે કે નવીન પટનાયકના બહેન ગીતા મહેતા હવે અમેરિકાના નાગરીક છે. આ વખતે સરકારે કુલ 11 વિદેશી નાગરીકોને આ પુરસ્કાર આપવાની ઘોષણા કરી ચે.

અટકળો લગાવાઈ રહી છે કે જો લોકસભાની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએને પૂર્ણ બહુમતી મળતી નથી, તો ભાજપ બીજેડીનું સમર્થન પ્રાપ્ત કરવાની કોશિશ કરશે. તેના માટે તેઓ બીજેડીના અધ્યક્ષ નવીન પટનાયકના બહેન ગીતા મહેતાને પદ્મશ્રી પુરસ્કાર આપવા ઈચ્છી રહ્યા છે. બીજેડીની ઓડિશામાં ઘણી મોટી રાજકીય અસર છે. ઓડિશામાં લોકસભાની 21 બેઠકો છે. ગીતા

ગીતા મહેતાએ 1979મા કર્મા કોલા, 1989માં રાજ, 1993માં અ રીવર સૂત્ર, 1997માં સ્નેક્સ એન્ડ લેડર્સ- ગ્લિમ્સ ઓફ મોર્ડન ઈન્ડિયા અને 2006માં ઈસ્ટર્ન ગનેશા- ફ્રોમ બર્થ ટૂ રિબર્થ જેવા પુસ્તકો લખ્યા છે. નવીન પટનાયકના બહેન ગીતા મહેતાએ 14 જેટલી ડોક્યુમેન્ટ્રીઓનું પણ નિર્દેશન કર્યું છે.

Related posts
ENTERTAINMENTગુજરાતી

ટીકટોક અને હેલ્લો કંપનીને વાગી શકે છે તાળા, હંમેશા માટે બંધ થવાની શક્યતા

દિલ્હીઃ સરહદ ઉપર ભારતીય સેનાના જવાનો ઉપર ચીનની સેનાએ કરેલા હુમલા બાદ ભારત અને ચીનના સંબંધમાં ખટાશ આવી છે. આ દરમિયાન ભારત…
Politicalગુજરાતી

સ્થાનિક સ્વરાજય ચૂંટણીઃ ભાજપમાં ચૂંટણી લડવા 7257 નેતાઓએ નોંધાવી દાવેદારી

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. દરમિયાન ભાજપમાં…
Politicalગુજરાતી

અમદાવાદ મનપા ચૂંટણીઃ કોંગ્રેસમાં 1227થી વધુ નેતાઓએ ચૂંટણી લડવા માટે દાવેદારી કરી

અમદાવાદઃ ગુજરાતમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે. અમદાવાદ સહિત છ મહાનગરપાલિકામાં 21મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. રાજકીય પક્ષો દ્વારા…

Leave a Reply