1. Home
  2. Political
  3. કર્ણાટકના કોંગ્રેસી નેતા સિદ્ધારમૈયાની મહિલા સાથે જાહેરમાં અભદ્રતા, માઈકની સાથે ખેંચ્યો દુપટ્ટો!
કર્ણાટકના કોંગ્રેસી નેતા સિદ્ધારમૈયાની મહિલા સાથે જાહેરમાં અભદ્રતા, માઈકની સાથે ખેંચ્યો દુપટ્ટો!

કર્ણાટકના કોંગ્રેસી નેતા સિદ્ધારમૈયાની મહિલા સાથે જાહેરમાં અભદ્રતા, માઈકની સાથે ખેંચ્યો દુપટ્ટો!

0

એક ચોંકાવનારો આરોપ લગાવવામાં આવ્યો છે કે કર્ણાટક કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ એક મહિલા સાથે જાહેરમાં અભદ્રતા કરી છે અને તેને ધમકાવી છે. અભદ્રતાનો વીડિયો સામે આવ્યા બાદ ભાજપે કહ્યું છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સિદ્ધારમૈયાની પાર્ટીમાંથી હકાલપટ્ટી કરવી જોઈએ.

અહેવાલો મુજબ, જમીલા નામની એક મહિલા મૈસૂરમાં આયોજીત એક કાર્યક્રમ દરમિયાન ભૂતપૂર્વ મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાના પુત્રની ફરિયાદ લઈને પહોંચી હતી. તે વખતે જેવું જમીલાએ બોલવાનું શરૂ કર્યું કે સિદ્ધારમૈયા ભડકી ઉઠયા હતા અને તેમણે ઝડપથી મહિલાનું માઈક છીનવતા બૂમો પાડવાનું શરૂ કર્યું હતું. સિદ્ધારમૈયાએ બૂમો પાડીને મહિલાને હાથનો ઈશારો કરીને બેસવા માટે પણ જણાવ્યું હતું. આ આખો મામલો કેમેરામાં કેદ થઈ ગયો હતો અને તેની સાથે જ વીડિયો વાઈરલ થતા વિવાદ વધ્યો હતો. વીડિયોમાં પુત્રની ફરિયાદ કરનાર મહિલા જમીલાનું માઈક ખેંચતી વખતે તેનો દુપટ્ટો પણ સિદ્ધારમૈયાએ ખેંચ્યો હતો. સિદ્ધારમૈયા પોતાના વ્યવહારને લઈને ભૂતકાળમાં પણ ખાસા વિવાદમાં આવી ચુક્યા છે.

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ પ્રધાન પ્રકાશ જાવડેકરે સિદ્ધારમૈયાના વ્યવહારની ટીકા કરતા કહ્યુ છે કે રાહુલ ગાંધીએ જણાવવું જોઈએ કે તેઓ આ ઘટના બાબતે શું કાર્યવાહી કરે છે, જેવી રીતે સિદ્ધારમૈયાએ મહિલા સાથે ગેરવર્તુણક કરી છે, તે એક ગુનો છે. આ દર્શાવે છે કે કોંગ્રેસ મહિલાઓને ક્યા દ્રષ્ટિકોણથી જોવે છે, કોંગ્રેસ તંદૂસ કેસ બાદ પણ બદલાઈ નથી. કોંગ્રેસ માત્ર એક પરિવારની મહિલાની ઈજ્જત કરે છે.

મહિલા સાથે ખુલ્લેઆમ અભદ્રતાના મામલામાં સિદ્ધારમૈયાનો બચાવ કરતા કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ દિનેશ ગુંડૂ રાવે આખી ઘટના પર પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે ક્યારેક-ક્યારેત જ્યારે લોકો કઠોર રીતે સવાલ કરે છે, તો તેને સાંભળ્યા બાદ તમે માઈક છીનવો છો અને આવું કરતી વખતે દુપટ્ટો પણ સાથે આવી જાય છે. આવું કરવાની સિદ્ધારમૈયાની મનસા ન હતી.

સિદ્ધારમૈયાના પુત્ર યતીન્દ્રે કહ્યુ છે કે તેમને લાગતું નથી તેમના પિતાએ આ ઘટના પર કોઈ માફી માંગવી જોઈએ. મહત્વપૂર્ણ છે કે જમીલા દ્વારા જે ધારાસભ્યની ફરિયાદ થઈ રહી હતી તે ખુદ સિદ્ધારમૈયાના પુત્ર યતિન્દ્ર હતા. યતિન્દ્ર વરુણા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય છે.

LEAVE YOUR COMMENT