in ,

કાશ્મીરમાં એક દિવસ બાદ જ SMS સેવા બંધ, 72 દિવસ બાદ શરૂ થઇ પોસ્ટપેઇડ સેવા

જમ્મૂ કાશ્મીરમાં એક દિવસ બાદ જ SMS સેવા પર ફરી પ્રતિબંધ લદાયો છે. જો કે પોસ્ટપેઇડ સેવા ચાલુ રહેશે. રાજ્યમાં 5 ઑગસ્ટથી બંધ મોબાઇલ સેવા 14 ઑક્ટોબરના રોજ ફરી શરૂ કરાઇ છે. જો કે પ્રીપેઇડ અને ઇન્ટરનેટ સેવાઓ બંધ છે.

રાજ્યમાં પર્યટકો માટે લગાવેલી પાબંધીઓ હટાવી લીધી છે. જમ્મૂ કાશ્મીરમાં લોકોની અવર જવર ફરી શરૂ થઇ છે. ઉલ્લેખનીય છે કે જમ્મૂ કાશ્મીરમાં કલમ 370 હટ્યા બાદથી ત્યાં સંચાર સેવાઓ સંપૂર્ણપણે બંધ કરી દેવાઇ હતી. સરકાર દ્વારા ઇમરજન્સીને ધ્યાનમાં રાખીને સંચાર સેવાઓ બંધ કરાઇ હતી.

જમ્મૂ કાશ્મીરમાં અંદાજે 70 લાખ મોબાઇલ ઉપભોક્તા છે. જેમાં સૌથી વધુ પોસ્ટપેઇડ યૂઝર્સ છે. યૂઝર્સની સંખ્યા અંદાજે 40 લાખની આસપાસ છે. પરંતુ રાજ્યના 30 લાખ પ્રીપેઇડ યૂઝર્સ હજુ પણ સર્વિસ પૂર્વવત થવાની પ્રતિક્ષા કરી રહ્યા છે. જો કે ઇન્ટરનેટ અને પ્રીપેઇડ મોબાઇલ સેવાઓને પૂર્વવત કરવા અંગે હજુ પણ અનિશ્વિતતા પ્રવર્તેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ROVING PERISCOPE… The Arab v/s non-Arab conflict intensifies in the Muslim world

ભારતની વિરાંગનાઓ-10:ઈન્દિરા ગાંઘીનો ‘ગુંગી ગુડિયા’થી લઈને ‘આયર્ન લેડી’ સુઘીનો સફર