1. Home
  2. Regional
  3. કેશોદમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી અને ભેળસેળનું કૌભાંડઃ સાત વ્યક્તિઓ સામે નોંધાયો ગુનો
કેશોદમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી અને ભેળસેળનું કૌભાંડઃ સાત વ્યક્તિઓ સામે નોંધાયો ગુનો

કેશોદમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી અને ભેળસેળનું કૌભાંડઃ સાત વ્યક્તિઓ સામે નોંધાયો ગુનો

0

રાજકોટ : સૌરાષ્ટ્રમાં મગફળીકાંડ બાદ તુવેરકાંડ પ્રકાશમાં આવતા ગાંધીનગરથી તપાસના આદેશ આપવામાં આવ્યા છે. કેશોદ માર્કેટિંગ યાર્ડમાં મગફળી બાદ નાફેડ દ્વારા તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી હતી. જે પૂર્ણ પણ થઇ હોવાથી યાર્ડના શેડમાંથી માલ ટ્રક ભરીને ગોડાઉન સુધી પહોંચતો કરવાની કામગીરી શરૂ કરાઇ હતી. જો કે ત્રણ ટ્રકમાં અનેક કટાઓમાંથી નબળી તુવેર હોવાનું બહાર આવતા જ તે માલ રિજેક્ટ કરી દેવામાં આવ્યો હતો. ટેકાનાં ભાવે ખરીદેલી 3241 ગુણી કિંમત રૂ.90 લાખનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. પોલીસે સાત શખસો સામે ગુનોં નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ખેડૂતો પાસેથી ચોખ્ખી ખરીદાયેલી તુવેરમાં 30 માર્ચ તેમજ 11 અને 12 એપ્રિલની રાત્રે ભેળસેળ કરવામાં આવી હતી. અને અધિકારીઓએ પણ ભેળસેળ થયાનું સ્વીકારતા તુવેર ખરીદીકાંડે ચર્ચા જગાવી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ કેશોદમાં સરકાર દ્વારા ખરીદ કરવામાં આવેલ તુવેરમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું જોવા મળી રહ્યું છે. સામાન્ય રીતે ખેડૂતો પાસે સારી તુવેરની ખરીદી કરવામાં આવી એમાં જેની નબળી નીકળી તેઓને છારણો મારવા કહેવાયું તો પછી નબળી તુવેર આવી ક્યાંથી તે મોટો સવાલ ઉભો થાય છે. ત્યારે ગોડાઉન મેનેજર નિરંજનભાઇએ જણાવ્યું હતું. કે એક વેપારી પાસેથી 22 ખેડૂતોના 744 કટા લેવામાં આવ્યા હતા અને એ જ તુવેર ખરાબ નીકળતા ભ્રષ્ટાચાર થયાની વાત હવામાં ફેલાતા ખેડૂત સમિતિએ માર્કેટ યાર્ડ ખાતે ધામા નાખી નબળી તુવેર છાનીમાની બહાર જતી ન રહે તે માટે સમિતિના સભ્યોએ રાત્રે માર્કેટયાર્ડ ખાતે રોકાણ કર્યું છે અને કલેક્ટર સુધીના તમામ અધિકારીઓને વાકેફ કરી દીધા છે. ખેડૂત સમિતિએ જિલ્લા તપાસ અધિકારી સાથે વાત કરતા સંતોષકારક જવાબ આપ્યો નહતો. ટેકાના ભાવે તુવેર ખરીદીના નિયમો અનુસાર ખરીદી કરતી વખતે સરકાર દ્વારા ગુણવતા ચકાસણી માટે એક ગ્રેડર રાખવાનો હોય છે. ખરીદી વખતે ગુણવતા ચકાસણીના ચોક્કસ નિયમો બનાવેલા છે એ મુજબ જ જો ગુણવત્તા હોય તો જ ખેડૂતની તુવેર ખરીદવામાં આવતી હોય છે. જો ખેડૂતનો માલમાં કોઈ ખામી હોય તો માલ રિજેક્ટ કરવામાં આવતો હોય છે. જો એમાં કાંકરી કે ડાઠા હોય તો એમાં મશીન મારવાનું હોય છે. આ મશીન મારવા માટે ગુણી દીઠ ખેડૂત પાસેથી 15 રૂપિયા વસુલ કરવામાં આવ્યા છે.દરમિયાન રાજ્ય સરકારના પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, 7 સામે ફરિયાદ થઇ છે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. કોઇનું નામ આવશે તો તેને છોડીશું નહીં અને તેને છાવરવામા નહીં આવે. તપાસમાં કોઇ રાજકારણ નહીં આવે. કોઇ મોટા માથાની વાત નથી.

tags:

LEAVE YOUR COMMENT