1. Home
  2. Political
  3. કોંગ્રેસના OROP એટલે Only Rahul Only Priyanka: અમિત શાહ
કોંગ્રેસના OROP એટલે Only Rahul Only Priyanka: અમિત શાહ

0

ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે ફરી એકવાર કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. અમિત શાહે કહ્યુ છે કે ભાજપે સૈનિકોને વન રેન્ક વન પેન્શન આપ્યું છે, પરંતુ કોંગ્રેસનું ઓઆરઓપી એટલે ઓન્લિ રાહુલ અને ઓન્લિ પ્રિયંકા છે.

હિમાચલ પ્રદેશના ઊનામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે રેલીને સંબોધિત કરતા કહ્યુ છે કે જ્યારે ભાજપની સરકાર બની તો એક વર્ષની અંદર મોદીએ વન રેન્ક વન પેન્શન પર પોતાનો વાયદો નિભાવ્યો હતો. મોદીએ આપણા સૈનિકોને ઓઆરઓપી આપ્યું, જ્યારે કોંગ્રેસે માત્ર ઓન્લિ રાહુલ-ઓન્લિ પ્રિયંકા થકી વન રેન્ક વન પેન્શન આપ્યું છે.
 
તાજેતરમાં પ્રિયંકા ગાંધીની કોંગ્રેસના મહાસચિવ અને પૂર્વ યુપીમાં પાર્ટીના પ્રભારી તરીકે સક્રિય રાજકારણમાં એન્ટ્રિ થઈ છે. પ્રિયંકા ગાંધીના સક્રિય રાજકારણમાં પદાર્પણને કારણે રાજકીય વર્તુળોમાં ખળભળાટની સ્થિતિ પણ જોવા મળી રહી છે.

જેએનયૂ મુદ્દા પર અમિત શાહે કહ્યુ છે કે રાહુલ ગાંધી જેએનયુના દેશદ્રોહી સૂત્રો પોકારનારાઓની પીઠ થપથપાવે છે. રાહુલ બાબા અમારા નેતાને જેટલી ગાળો આપવી હોય આપી દો, પરંતુ કાન ખોલીને સાંભળી લેજો, જો ભારતમાતાના ટુકડા કરવાની વાત કરી છે તો સરકાર કોઈને પણ બક્ષશે નહીં. આવા લોકોની જગ્યા જેલના સળિયા પાછળ છે.

LEAVE YOUR COMMENT