1. Home
  2. Political
  3. કોંગ્રેસ છોડીને ભાજપમાં ભળેલા જવાહર ચાવડાને કેબીનેટ પ્રધાનપદુંઃ યોગેશ પટેલ અને હકુભાને પણ પ્રધાન બનાવાયા
કોંગ્રેસ છોડીને ભાજપમાં ભળેલા જવાહર ચાવડાને કેબીનેટ પ્રધાનપદુંઃ  યોગેશ પટેલ અને હકુભાને પણ પ્રધાન બનાવાયા

કોંગ્રેસ છોડીને ભાજપમાં ભળેલા જવાહર ચાવડાને કેબીનેટ પ્રધાનપદુંઃ યોગેશ પટેલ અને હકુભાને પણ પ્રધાન બનાવાયા

0

ગાંધીનગર: લોકસભાની ચૂંટમી ટાણે પક્ષ પલટુઓની મોસમ ચાલી રહી છે. હજુ ગઈ કાલે જ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા જવાહર ચાવડાને આજે કેબીનેટ કક્ષાના પ્રધાન પણ બનાવી દેવામાં આવ્યા છે. આજે બપોરે રાજભવન ખાતે જવાહર ચાવડા, યોગેશ પટેલ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાની શપથવિધિ યોજાઈ હતી. રાજ્યપાલ ઓ.પી. કોહલીએ ત્રણેય ધારાસભ્યોને પ્રધાનપદના શપથ લેવડાવ્યા હતા. જવાહર ચાવડાએ કેબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા હતા. જ્યારે યોગેશ પટેલ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ રાજ્યકક્ષાના પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. આ શપથવિધિ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન અને મંત્રીમંડળના સભ્યો પણ હાજર રહ્યાં હતાં.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં શુક્રવારે બનેલી ઘટનાથી સમગ્ર રાજ્યમાં રાજકારણ ગરમાયુ છે. એક પછી એક કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓએ રાજીનામાં આપી દેતા ભારે ચર્ચા જાગી છે. બીજી બાજુ હજી પણ અનેક કોંગ્રેસના કદાવર નેતાઓ પાર્ટી સાથેનો છેડો ફાટવાની ચર્ચાઓ અંદરખાને ચાલી રહી છે. ભાજપની વિજય રૂપાણી સરકારે પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું છે. જેમાં કોંગ્રેસમાંથી આવેલા જવાહર ચાવડાને કેબિનેટમંત્રી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે વર્ષોથી વડોદરાની બેઠક ઉપરથી યોગેશ પટેલને રાજ્યકક્ષાના મંત્રી તરીકે સમાવવામાં આવ્યા છે. રાજભવન ખાતે જવાહર ચાવડા, યોગેશ પટેલ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાની શપથવિધિ શરૂ થઈ છે. રાજ્યપાલ ઓ.પી. કોહલીએ ત્રણેય ધારાસભ્યોને મંત્રીપદના શપથ લેવડાવ્યા હતા. જવાહર ચાવડાએ કેબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા હતા. જ્યારે યોગેશ પટેલ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ રાજ્યકક્ષાના પ્રધાન તરીકે શપથ લીધા હતા આ શપથવિધિ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન અને મંત્રીમંડળના સભ્યો પણ હાજર રહ્યાં હતા


tags:

LEAVE YOUR COMMENT