1. Home
  2. ગુજરાતી
  3. કોરોના વાયરસથી મૃત્યુ આંક 900 ઉપર પહોંચ્યો -વુહાનમાં કોરોના વાયરસના 5 લાખ કેસ નોંઘાયા હોવાની શક્યતા
કોરોના વાયરસથી મૃત્યુ આંક 900 ઉપર પહોંચ્યો -વુહાનમાં કોરોના વાયરસના 5 લાખ કેસ નોંઘાયા હોવાની શક્યતા

કોરોના વાયરસથી મૃત્યુ આંક 900 ઉપર પહોંચ્યો -વુહાનમાં કોરોના વાયરસના 5 લાખ કેસ નોંઘાયા હોવાની શક્યતા

0
  • ચીનમાં કોરોનાનો આતંક
  • મૃત્યુ આકં સતત વઘતો જાય છે
  • રવિવારના રોજ 91 લોકોના કોરોનાના કારણે મોત
  • 3062 નવા કેસ નોંધાયા

ચીનમાંથી ફેલાયેલા કોરોનાના વાયરસને લઈને સમગ્ર વિશ્વમાં ભયનો માહોલ સર્જાયો છે.તે સાથે જ વિશ્વના 31 દેશોમાં કોરોનાએ પગ પેસારો કર્યો છે,સૌથી વધુ અસર ચીનના વુહાનમાં જોવા મળી રહી છે.કોરોના વાયરસ આ પ્રાંતમાંથી ઉદ્ભવ્યો હતો.જેમાં ચીન દેશમાં કોરોના વાયરસથી અત્યાર સુઘી 908 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે,તે સાથે જ કન્ફોર્મ કેસની સંખ્યા હજારોના આંકડાને પાર થઈ ચૂકી છે.તે સાથે જ વબહાન પ્રાંતમાં 5 લાખ લોકો શંકાના ડાયરામાં ઘેરાયા છે.

કોરોનાના કારણે વિતેલા દિવસ રવિવારના રોજ 97 લોકોના મોત થયા છે,તે સાથે 3062 નવા કેસ નોંધાયા છે,ન્યૂઝ એજન્સી પીટીઆઈએ ચીનના નેશનલ હેલ્થ કમીશન મારફત જણાવ્યું કે,હાલ સુઘી કોરોનાના કારણે 908 લોકોના મોત થઈ ચૂક્યા છે.કોરોનાનું કેન્દ્ર સ્થાન હુબેઈ છે જ્યા રવિવારના રોજ અત્યાર સુઘીના સૌથી વઘુ 97 લોકોએ જીવ ગુમાવ્યા છે,4008 નવા કેસો સામે આવ્યા છે.તો વળી 296 લોકોની હાલત સૌથી કથળેલી જોવા મળી છે,તે સાથે કુલ અત્યાર સુઘી 6484 લોકોની હાલત ગંભીર જોવા મળી રહી છે,જ્યારે કુલ શંકાસ્પદ કેસની સંખ્યા 23,589 છે, કોરોનાના કેસની સંખ્યા 40,171 સુઘી પહોચી છે.તો વળી વબહાન પ્રાતંમાં 5 લાખ લોકો અસરગ્રસ્ત હોવાની શંકા સેવાઈ રહી છે.

ચાઇના નેશનલ હેલ્થ કમિશન અનુસાર રવિવારે હુબેઈમાંથી કુલ 444 નવા કેસની પુષ્ટિ થયેલ છે.આ પહેલા સોમવારે હુબેઇ બહાર 890,મંગળવારે 731 બુધવારે 7 70,, ગુરુવારે  696, શુક્રવારે 558  અને શનિવારે 5૦9 કેસ સામે આવ્યા  છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ડબ્લ્યુએચઓ ના ડાયરેક્ટર જનરલ ટ્રેડ્રોસ એડોનમએ જણાવ્યું હતું કે ચીનની પ્રતિક્રિયા મળ્યા બાદ એક ટીમ ચીન જશે. અપેક્ષા છે કે નિષ્ણાતોની આ ટીમ આગામી સપ્તાહની શરૂઆતમાં ચીન માટે રવાના થશે.

ચીનની કપરી પરિસ્થિતિને જોતા દેશના પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અનેચીનના લોકો સાથે સહાયતાની વાત કરી છે,પીએમ મોદીએ ચીનના રાષ્ટ્રપતિને પત્ર લખીને ભારત તરફથી મદદ કરવાની વાત કરી છે.તે સાથે ચીનમાં થયેલા જાનમાલના નુકશાનને લઈને મોદીએ શોક વ્યક્ત કર્યો છે.તે સાથે જ ચીનમાં ફસાયેલા ભારતીયોને બહાર નિકાળવા માટે ચીન સરકાર તરફથી પવામાં આવેલ સુવિઘાની સરાહના પણ કરી છે.

(સાહીન)

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.