1. Home
  2. Regional
  3. ખનીજ ચોરીના 25 વર્ષ જુના કેસમાં કોર્ટે સજા ફટકારતા તલાલાના ધારાસભ્ય બારડને સસ્પેન્ડ કરાયા
ખનીજ ચોરીના 25 વર્ષ જુના કેસમાં કોર્ટે સજા ફટકારતા તલાલાના ધારાસભ્ય બારડને સસ્પેન્ડ કરાયા

ખનીજ ચોરીના 25 વર્ષ જુના કેસમાં કોર્ટે સજા ફટકારતા તલાલાના ધારાસભ્ય બારડને સસ્પેન્ડ કરાયા

0

અમદાવાદઃ   25 વર્ષ પહેલાના ખનીજ ચોરીના કેસમાં સૂત્રાપાડા કોર્ટે કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને દોષિત માનીને પોણા ત્રણ વર્ષની જેલની સજા ફટકારી હતી. આથી ખનીજ ચોર સાબિત થયેલા તાલાલાગીરના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરી દેવાયા છે. વિધાનસભાના અધ્યક્ષે કરેલી કાર્યવાહીના પગલે કોંગ્રેસમાં સોંપો પડી ગયો હતો. લોકસભાની ચૂંટણી માથે છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્યને સસ્પેન્ડ કરાતા રાજકીય માહોલ ગરમાયો છે.   

સૂત્રોના જણાવ્યા મુજબ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા ગામની ગૌચરની જમીનમાંથી ખનીજ ચોરી થતી હોવાની ફરિયાદ 1994-95માં થઈ હતી. આ કેસમાં ભગવાન બારડને આરોપી દર્શાવાયા હતા. હાલ ભગવાન બારડ તાલાલા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય છે. તાજેતરમાં સૂત્રાપાડા કોર્ટે ભગવાન બારડને ખનીજ ચોરી કેસમાં દોષિત માન્યા હતા.  અને તેમને પોણા ત્રણ વર્ષની જેલની સજા ફટકારી હતી. કોર્ટના આ ચુકાદા બાદ વિધાનસભાના અધ્યક્ષે કાર્યવાહી કરતાં કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે. જેના પગલે કોંગ્રેસને ભારે ઝટકો લાગ્યો છે. નોંધનીય છે કે, અગાઉ ભાજપના જ બાબુ બોખિરિયાને પણ અગાઉ એક કેસમાં કોર્ટે ત્રણ વર્ષની સજા ફટકારી હતી. આમ છતાં તેનું ધારાસભ્ય પદ રદ કરાયું નહોતું. પરંતુ ભગવાન બારડને સજા ફટાકારાયાના એક અઠવાડિયામાં તેમનું ધારાસભ્ય પદ છીનવી લેવાની કાર્યવાહી થતાં કોંગ્રેસમાં રોષ ફેલાયો છે. આ મુદ્દે રાજકારણ ગરમાયું છે.

tags:

LEAVE YOUR COMMENT