1. Home
  2. Regional
  3. ખેડબ્રહ્મા નજીક મુખ્ય પ્રધાનના કોન્વોયને નડ્યો અકસ્માતઃ ડીવાયએસપી સહિત ચારને ઈજા
ખેડબ્રહ્મા નજીક મુખ્ય પ્રધાનના કોન્વોયને નડ્યો અકસ્માતઃ ડીવાયએસપી સહિત ચારને ઈજા

ખેડબ્રહ્મા નજીક મુખ્ય પ્રધાનના કોન્વોયને નડ્યો અકસ્માતઃ ડીવાયએસપી સહિત ચારને ઈજા

0

અંબાજી : લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી મા અંબાના દર્શનાર્થે આજે અંબાજી ગયા હતા. ત્યાંથી પરત ફરતા ખેડબ્રહ્માના આગિયા પાસે મુખ્યમંત્રીના કોનવેને અકસ્માત નડ્યો હતો.. જેમાં ડીવાયએસપી સહિત ચાર લોકોને ઇજા પહોંચી હતી અને તેમને સારવાર અર્થે હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી વિજય રૂપાણી અંબાજી ખાતે દર્શન કરીને પરિવાર સાથે ગાંધીનગર પરત ફરતા હતા. ત્યારે તેમના કોન્વોયમાં સામેલ એક પોલીસની જીપ સાથે ભૂંડ ટકરાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં અન્ય પેસેન્જર જીપને પણ નુકસાન થયું હતું. તેમાં મુસાફરો બેઠા હતા કે કેમ તે જાણી શકાયું નથી. પોલીસ જીપમાં સવાર ડીવાયએસપી સહિત 4 પોલીસ કર્મીઓને ઈજા પહોંચી હતી. જો કે, સદનસીબે મુખ્યમંત્રીની કારને કોઈ નુકસાન થયું ન હતું. અકસ્માતના બનાવની જાણ થતાં 108ની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ઘાયલ થયેલા પોલીસ કર્મીઓને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોને ખેડબ્રહ્માની જનરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

tags:

LEAVE YOUR COMMENT