1. Home
  2. Regional
  3. ખેરોજ-અંબાજી રોડ પર ડાયવર્ઝનને બદલે મુળ રસ્તા પર જીવના જોખમે દોડતા વાહનો
ખેરોજ-અંબાજી રોડ પર ડાયવર્ઝનને બદલે મુળ રસ્તા પર જીવના જોખમે દોડતા વાહનો

ખેરોજ-અંબાજી રોડ પર ડાયવર્ઝનને બદલે મુળ રસ્તા પર જીવના જોખમે દોડતા વાહનો

0

અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં મા અંબાના દર્શન માટે યાત્રાળુઓ વધતા જાય છે. યાત્રાળુઓ સરળતાથી અંબાજી આવી શકે તે માટે તમામ રોડ-રસ્તાઓ પહોળા કરવામાં આવી રહ્યા છે. હડાદ માર્ગને ચારમાર્ગીય બનાવવાની કામગીરી ચાલી રહી છે. તેથી આ માર્ગ પર વાહનો માટે પ્રતિબંધ ફરમાવીને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ત્યારે જિલ્લા કલેકટરનાં જાહેરનામાંનો છડેચોક ભંગ થઇ રહ્યો હોય તેમ અનેક નાનામોટા ખાનગી વાહનો ડાયવર્ઝનને બદલે મુળ રસ્તા પર જીવનાં જોખમે વહન કરી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબહાલમાં ખેરોજ અંબાજી માર્ગને અંદાજે રૂપિયા એકસો સાત કરોડના ખર્ચે ચારમાર્ગીય બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. એટલું જ નહીં હડાદ વચ્ચેનો માર્ગ ડુંગરાળ અને પથરાળ હોવાથી પહોળો કરવા બ્લાસ્ટીંગ કરવાની પણ જરૂરિયાત ઊભી થતી હોય છે અને બ્લાસ્ટ કરતી વખતે પણ કોઈજાતની જાનહાની કે, હોનારત સર્જાય નહીં તે માટે જિલ્લા કલેકટર દ્વારા આ માર્ગ ઉપર વાહન વ્યવહાર સદંતર બંધ કરવાં જાહેરનામું પ્રસિધ્ધ કરાયુ હતુ. પણ જિલ્લા કલેકટરનાં જાહેરનામાંનો  છડેચોક ભંગ કરાઇ રહ્યા હોય તેમ અનેક નાના મોટા વાહનો જીવનાં જોખમે અવર-જવર કરી રહ્યા છે. જો કે એસ.ટી વાહન વ્યવહાર આ રૂટ ઉપર બંધ કરાતાં એસ.ટી નિગમને મોટી ખોટ પણ જઇ રહી છે. ત્યારે અંબાજી એસ.ટી ડેપોના  મેનેજર યોગેશ  ચૌધરીએ જિલ્લા કલેકટરનાં જાહેરનામાંનુ કડકપણે અમલ કરાવવાં માંગ કરી છે. અથવા જેમ ખાનંગી વાહનો અવર-જવર કરી રહ્યા છે. તેમ એસ.ટી બસ ને પણ આ રૂટ ઉપર ચાલવા દેવાની છુટ માંગી છે.જોકે અંબાજી ખેરોજ સુધીનો ચાર માર્ગીય રસ્તો અંદાજે 1.7 કરોડનાં ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. અને અનેક જગ્યાઓએ માર્ગો ભારે જોખમી બન્યા છે. અને રસ્તાઓ લેવલમાં કરવાં એક સાઇડ ખાઇ જેવાં બની ગયા છે. ત્યારે આડેધડ અવર-જવર કરતાં વાહનો મોટી હોનારત સર્જે તેવી શક્યતાંઓ સેવાઇ રહી છે. જોકે આ માર્ગ ઉપર વાહન વ્યવહાર બંધ કરવાં જિલ્લા કલેકટરે જાહેરનામું પણ પ્રસિધ્ધ કરેલ છે. છતાં વાહનોની બે રોકટોક અવર-જવર થઇ રહી છે. જોકે આ બાબતે પેટા કોન્ટ્રાક્ટર ગફુરભાઈ  મન્સુરીનું કહેવું છે કે હાલમાં જે લોકસભા ની ચુંટણીઓ હતી તેને લઇને અમે આ રસ્તો ખુલ્લો કર્યો હતો. પણ હવે આ માર્ગ સદંતર બંધ કરી દેવાશે.જો કે હાલ આ માર્ગ ઉપર ખાનંગી જીપો ઓવરલોડ મુસાફરોને બેસાડી જીવનાં જોખમે મુસાફરી કરાવી રહી છે. ને બીજા વાહનો પણ જેમ અવર-જવર કરી રહ્યા છે. તે જોતા રાત્રીનાં સમય કે દિવસે મોટી જાનહાની કે અકસ્માતો સર્જાય તેવી ભીતી સેવાઇ રહી છે. એટલું જ નહીં આ ધબકતા વાહન વ્યવહાર અને લઇ ચાર માર્ગીય રસ્તો બનાવવાની કામગીરી પણ ગોકુળગતીએ જોવા મળી રહી છે.  ને આગામી સમય માં ચોમાસું નજીક આવતાં આ કામગીરી વહેલી તકે પુરી કરાય તે જરૂરી બન્યુ છે.

tags:

LEAVE YOUR COMMENT