1. Home
  2. Regional
  3. ગાંધીનગરના અડાલજ નજીક 28મી ફેબ્રુઆરીએ પ્રિયંકા અને રાહુલ ગાંધીની જાહેર સભા યોજાશે
ગાંધીનગરના અડાલજ નજીક 28મી ફેબ્રુઆરીએ પ્રિયંકા અને રાહુલ ગાંધીની જાહેર સભા યોજાશે

ગાંધીનગરના અડાલજ નજીક 28મી ફેબ્રુઆરીએ પ્રિયંકા અને રાહુલ ગાંધીની જાહેર સભા યોજાશે

0

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે. ત્યારે ભાજપની જેમ કોંગ્રેસે પણ ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરી દીધી છે. ફેબ્રુઆરીના અંતમાં કોંગ્રેસની રાષ્ટ્રીય કારોબારીની બેઠક ગુજરાતમાં યોજાવાની હોવાથી એમાં ભાગ લેવા માટે પ્રિયંકા ગાંધી આવી રહ્યા હોવાથી કારોબારીની બેઠક બાદ પ્રિયંકા ગાંધી ગાંધીનગરના અડાલજ પાસે જંગી જાહેર સભાને સંબોધશે.

સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી પોતાની રાજકીય કારકિર્દીની સૌપ્રથમ ચૂંટણી સભા 28 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના ગાંધીનગર નજીક અડાલજમાં સંબોધિત કરશે. અડાલજના ત્રિમંદિર મેદાન ખાતે યોજાનારી આ ચૂંટણી સભામાં પ્રિયંકાની સાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ જોડાશે. ગાંધીનગર ખાતે પ્રિયંકા ગાંધી પોતાની સૌપ્રથમ ચૂંટણી સભા સંબોધશે. અમદાવાદમાં કોંગ્રેસની કારોબારી બેઠકમાં મળશે જેમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, મલ્લિકાર્જુન ખડગે, ગુલાબ નબી આઝાદ અને પ્રિયંકા ગાંધી સહિત અન્ય કોંગ્રેસ કાર્યકર્તાઓ હાજર રહેશે. મહત્વનું છે કે ગુજરાત 60 વર્ષ બાદમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાવાની છે.

કોંગ્રેસના સૂત્રોએ ઉમેર્યું હતું કે, 28મીએ ગાંધીનગરના અડાલજના ત્રિમંદિરના મેદાનમાં યોજાનારી  કોંગ્રેસની રેલી માટેની તૈયારીઓ ચાલી રહી છે. આ રેલીમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના એક જ સ્થળે ઉપસ્થિત રહેવાના સાક્ષી બનશે.

LEAVE YOUR COMMENT