1. Home
  2. Regional
  3. ગીર સોમનાથ અને કચ્છમાં ભૂકંપના હળવા આંચકાથી લોકો ફફડી ઊઠ્યા
ગીર સોમનાથ અને કચ્છમાં ભૂકંપના હળવા આંચકાથી લોકો ફફડી ઊઠ્યા

ગીર સોમનાથ અને કચ્છમાં ભૂકંપના હળવા આંચકાથી લોકો ફફડી ઊઠ્યા

0

વેરાવળઃ સૌરાષ્ટ્ર અને કચ્છમાં સમયાંતરે ભૂકંપના હળવા આચકા અનુભવાતા હોય છે. ગત રાત્રે રાજ્યના બે જિલ્લાઓમાં ભૂંકપના હળવા આંચકા અનુભવાયા હતા તાલાલા પંથકમાં મોડી રાત્રે 12:07 કલાકે 3.5નો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેને લઈને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં અને લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આંચકાનું કેન્દ્ર બિંદુ તાલાલાથી 16 કિલોમીટર દૂર નોંધાયું હતું. મહત્વનું છે કે ભૂકંપના આંચકાથી ગ્રામ્ય વિસ્તારોમાં 100 જેટલા મકાનોમાં તિરાડો પડી ગઇ હતી. રાત્રીના 12 વાગ્યાથી વહેલી સવારના 5 વાગ્યા સુધીમાં ગીર સોમનાથ અને કચ્છ જિલ્લામાં ભૂકંપના 4 આંચકા અનુભવાયા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ કચ્છ અને ગીર સોમનાથ જિલ્લામાં રાત્રે ચાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મોડી રાત્રે અને વહેલી સવારે રાજ્યના તાલાળા, ભચાઉ અને રાપરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. તાલાળામાં 3.5ની તીવ્રતાનો આંચકઓ અનુભવાયો હતો જ્યારે રાપરમાં વહેલી સવારે 5 કલાકે 2.9ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.તાલાળાથી 16 કિલોમીટર દૂર ઉતર પૂર્વમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ મળી આવ્યું છે. આ ભૂકંપના આંચકાની અસર કચ્છ સુધી થઈ છે. ઉલ્લેખનીય છે કે ગીર સોમનાથના તાલાળા નજીક આવેલા હિરણવેલ ગામમાં થોડા સમય પહેલાં ખૂબ જ આંચકા અનુભવાયા હતા. ગીર સોમનાથમાં ભૂકંપની ફોલ્ટ લાઇન સક્રિય હોવાનું તારણ નીકળતા ત્યાં સિસ્મોગ્રાફ યંત્ર પણ મૂકવામાં આવ્યું હતું. રાજ્યમાં મોડી રાત્રે અને વહેલી સવારે આવેલા ભૂકંપના આંચકાઓથી લોકો સફાળા જાગી ગયા હતા.

LEAVE YOUR COMMENT