1. Home
  2. Regional
  3. ગુજરાતના નાણામંત્રીએ વચગાળાના બજેટમાં પ્રજાને છેતરવાનો પ્રયાસ કર્યો છેઃ કોંગ્રેસ
ગુજરાતના નાણામંત્રીએ વચગાળાના બજેટમાં પ્રજાને છેતરવાનો પ્રયાસ કર્યો છેઃ કોંગ્રેસ

ગુજરાતના નાણામંત્રીએ વચગાળાના બજેટમાં પ્રજાને છેતરવાનો પ્રયાસ કર્યો છેઃ કોંગ્રેસ

0

ગુજરાતની ભાજપ સરકારે લેખાનુદાન હોય કે પુરુ બજેટ હોય હંમેશા ગુજરાતની જનતાને છેતરવાનો પ્રયાસ કર્યો છે. ફરી એક વખત મોટી મોટી અને ખોટી ખોટી વાતો કરીને સરવાળારૂપી આંકડાઓ દેખાડી રજુ કરવામાં આવેલા લેખાનુદાન બજેટ એકદમ ચીલા ચાલુ રૂટીન પ્રકારનું પ્રસ્તુત કર્યું છે.જેમાં કોઈ નવી યોજના કે નવા પ્રોજેક્ટની કે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરવામાં આવી નથી. માત્રને માત્ર ખાલી વાતો કરીને સરકારે પોતાની પ્રશંસા કરવાનું પ્રયોજન આ બજેટ દ્વારા કર્યું છે. તેમ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું.

ગુજરાત વિધાનસભામાં આજે નાણા મંત્રીએ રજુ કરેલા વચગાળાના બજેટ અંગે પ્રત્યાઘાત આપતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના બજેટમાં ખેડૂતો માટેની જે ઈનપુટ સહાયની વાત કરવામાં આવી છે. જેમાં મોટો દાવો કરીને ગુજરાતના ૪૦ લાખ ખેડૂતોને લાભ મળશે. તેવું કહ્યું પરંતુ વાસ્તવમાં રોજના રૂ. ૧૭ લેખે જુજ આ સહાય ખેડૂત વર્ગની મજાક સમાન છે. તેમ છતાં ગુજરાતના નાણામંત્રી તેમાં પોતાની બડાઈ હાંકવાનું ચુકતા નથી. શિક્ષણ પાછળ ફક્ત ૨% થી ઓછો ખર્ચ ૨૦૧૨ થી ૨૦૧૯ સુધી કરવામાં આવેલ છે. જે ખરેખર પ્લાનીંગ કમિશનની તાલીમ અનુસાર વર્ગના ૬% હોવો જોઈએ. ગુજરાત સરકારના દેવા ઉત્તરોતર વધી રહ્યા છે. જેમાં અંદાજીત મહેસુલી ખર્ચના ૧૮% જેટલી રકમ ફક્ત વ્યાજ ચુકવણી માંજ વપરાય જાય છે. સરકાર જુનું દેવું ચુકવવા નવાં દેવા કરી રહી છે. (દેવા ૧૧% સરેરાસ દરથી વધી રહ્યા છે.) અગાઉના વર્ષમાં કેગ ના રીપોર્ટ જોઈએ તો મોટા ભાગના વિભાગોમાં ફાળવેલ નાણા પૂરતા પ્રમાણમાં વપરાતા નથી. દર વર્ષની માફક જોઈએ તો મહેસુલી ખર્ચમાં જ બધું બજેટ વપરાઈ જાય છે અને નથી કોઈ અસ્કયામતો ઉભી કરવામાં આવતી કે જેના વડે રોજગારીના નવા સંશાધનો પેદા કરી શકાયા નથી.

LEAVE YOUR COMMENT