1. Home
  2. Regional
  3. ગુજરાતમાં કાળઝાળ ગરમીઃ અમરેલીમાં 43 અને અમદાવાદમાં 42 ડિગ્રી
ગુજરાતમાં કાળઝાળ ગરમીઃ અમરેલીમાં 43 અને અમદાવાદમાં 42 ડિગ્રી

ગુજરાતમાં કાળઝાળ ગરમીઃ અમરેલીમાં 43 અને અમદાવાદમાં 42 ડિગ્રી

0

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના આગમન સાથે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ફાગણ મહિનો પુરો થવાની તૈયારીમાં છે. અને ચૈત્ર મહિના આગમનને હવે પાંચથી છ દિવસનો સમય બાકી છે, ત્યારે અમદાવાદ, બૂજ અને વડોદરામાં તાપમાનનો પારો 42 ડિગ્રીએ પહોંચી ગયો છે. રાજ્યમાં સૌથી વધુ તાપમાન અમરેલીમાં 43 ડિગ્રી નોંધાયું હતું. તેમજ સુરત, રાજકોટ અને ડીસામાં તાપમાનનો પારો 41 ડિગ્રીને વટાવી ગયો હતો. વધતા તાપમાનને કારણે જનજીવનને માઠી અસર પહોંચી છે. બપોરે બેથી ચાર વાગ્યા દરમિયાન આકરા તાપનો અનુભવ થઈ રહ્યો છે. લોકો અત્યારથી જ કાળઝાળ ગરમીથી પરેશાન છે. આ સાથે જ અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

અમદાવાદ સહિત ગુજરાતભરમાં ગરમીનું કાળઝાળ મોજું ફરી વળતાં લોકો તોબા પોકારી ઊઠયા હતા. આકાશમાંથી રીતસરના આગના ગોળા વરસતા હોય તેવા માહોલમાં લોકો પરેસેવે રેબઝેબ થવાની સાથે શેકાયા હતા. બપોર પછી રસ્તા સૂમસામ ભાસી રહ્યા છે તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં સ્વયંભૂ કરર્ફ્યુ હોય તેવી સ્થિતિ જોવા મળી રહીં છે. હજુ પણ એપ્રિલના આરંભે ગરમીનો પારો 42 ડિગ્રીને વટાવી જાય તેવી હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. તે જોતાં લોકોને હજુ આકરી ગરમી સહન કરવાની તૈયારી રાખવી પડશે. શહેરમાં ઠેર-ઠેર ગરમીથી છૂટકારો આપતાં કોલા સેન્ટરો અને જ્યુસ સેન્ટરો બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યાં છે. આ વખતે શિયાળો લાંબો ચાલ્યો. હવે ઉનાળો પણ આકરો બનશે. ચૈત્ર અને વૈશાખમાં ગરમી રેકોર્ડ સર્જે તો નવાઈ નહી.

tags:

LEAVE YOUR COMMENT