1. Home
  2. Regional
  3. ગુજરાતમાં જૂનના ત્રીજા અઠવાડિયાથી પડશે વરસાદ
ગુજરાતમાં જૂનના ત્રીજા અઠવાડિયાથી પડશે વરસાદ

ગુજરાતમાં જૂનના ત્રીજા અઠવાડિયાથી પડશે વરસાદ

0

અમદાવાદઃ ગુજરાતમાં સામાન્ય રીતે તા. 15મી જૂન પછી વિધિવત રીતે ચોમાસુ બેસે છે આ વર્ષે જૂનના ત્રીજા અઠવાડિયથી વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસુ સામાન્ય 96 ટકા રહે તેવી શકયતા છે. ગત વર્ષે ચોમાસામાં વરસાદ ખેંચાતા ઉનાળામાં પાણીની સમસ્યા ઉભી થઈ છે ત્યારે ચાલુ વર્ષે સારા વરસાદની આગાહીને પગલે તંત્રે રાહતનો શ્વાસ લીધો છે.

ગાંધીનગરમાં રાજ્યના મુખ્ય સચિવની અધ્યક્ષતામાં ચોમાસાની પૂર્વ તૈયારીને લઈને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હવામાન વિભાગના અધિકારી જયંત સરકાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, અલનિનોની ઈફેક્ટ માઈલ્ડ હોવાથી તથા તેની સાથે ઈન્ડિયન ઓશન ડાયપોલ સિસ્ટમ બનતી હોવાથી રાજ્યમાં સારો વરસાદ થવાની શકયતા છે.

આ બેઠકમાં ઈસરોના અધિકારીના અધિકારી પણ ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે, ટૂંકા ગાળા માટે સચોટ આગાહી કરવાની સિસ્ટમ ઉભી થઈ કરવામાં આવી છે. જેનો લાભ આ વખતે લઈ શકાશે. આ ઉપરાંત એનડીઆરએફની એક ટીમમાં 47 જવાનો ધરાવતી 15 જેટલી ટીમ સાધન સામગ્રી સાથે વડોદરા અને ગાંધીનગર ખાતે સજ્જ થઈ ગઈ હતી. આ બેઠકમાં મુખ્ય સચિવે વહીવટી તંત્રના તમામ સંબંધિત વિભાગોને સંભવિત આપત્તિને પહોંચી વળવા ઝડપથી આયોજન કરવા સૂચના આપી હતી. બેઠકમાં લશ્કરની ત્રણ પાંખના અધિકારી, રેવલે, એસટીના, ટેલિફોનના અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

tags:

LEAVE YOUR COMMENT