in ,

ગુજરાતમાં ફરી પ્રેમીઓ સાથે તાલિબાની વર્તનઃ અરવલ્લીમાં પ્રેમીપંખીડાને જૂતાનો હાર પહેરાવાયો

અમદાવાદઃ દાહોદમાં પ્રેમી પંખીડાને જાહેરમાં માર મારતો વીડિયો વાયરલ થવાની ઘટના હજુ ભુલાઈ નથી ત્યાં ફરીથી પ્રેમી પંખીડાને તાલિબાની સજાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો અરવલ્લીનો હોવાનું જાણવા મળે છે. પ્રેમી પંખીડાએ ગ્રામજનોએ પકડીને મોઢુ કાળુ કર્યા બાદ તેમની પાસે એક-બીજાનૈ જૂતાનો હાર પહેરાવ્યો હતો.

સુત્રોના જણાવ્યા અનુસાર અરવલ્લીનો હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં પ્રેમીઓને તાલિબાની સજા અપાઈ હોવાનું જોવા મળે છે. અરવલ્લીના નામે સોશિયલ મીડિયામાં ચાલી રહેલા વીડિયોમાં બે પ્રેમીના પરિવારજનો ગામના અન્ય લોકોની હાજરીમાં તેમને તાલિબાની સજા આપી રહ્યાં છે. ગ્રામજનોએ સૌ પ્રથમ તો યુવક-યુવતીને ઝડપીને તેમનું મોઢુ કાળુ કર્યું હતું. ત્યારબાદ પ્રેમી અને પ્રેમિકાને ગામના લોકો વચ્ચે એક બીજાને જૂતાનો હાર પહેરવાયો હતો. પ્રેમીઓ જોડે કરાયેલા અમાનવીય વ્યવહારની સજાનો વીડિયો વાઇરલ પણ કરવામાં આવ્યો છે.

આ વીડિયો અરવલ્લીના અંતરિયાળ વિસ્તારનો હોવાનું જાણવા મળે છે. પ્રેમી પંખીડા છેલ્લા ઘણા સમયથી એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા. દરમિયાન બન્ને ભાગી ગયા હતા. આ અંગેની જાણ થતા જ નારાજ ગ્રામજનોએ તેમની શોધખોળ આરંભી હતી. અંતે ગ્રામજનોએ પ્રેમી પંખીડાને ઝડપી લીધા હતા. તેમજ તેમની સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં દાહોદના કાળિયા ગામે પ્રેમીઓને તાલિબાની આપવામાં આવી હતી જેમાં પરિણીત યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધનાર યુવકને જાહેરમાં પ્રેમિકા સાથે ફટકારવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

રાજકોટમાં 21 કિલો ગાંજાના જથ્થા સાથે બેની ધરપકડ

હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જજની નિમણુંક કરવા પર ઉઠ્યા ગંભીર સવાલ : જસ્ટિસ પાંડેનો PMને પત્ર