1. Home
  2. Regional
  3. ગુજરાતમાં મેડિકલ અને ડેન્ટલ સહિત તબીબી વિદ્યાશાખામાં પ્રવેશ માટે 75 હજાર વિદ્યાર્થીઓ નીટ આપશે
ગુજરાતમાં મેડિકલ અને ડેન્ટલ સહિત તબીબી વિદ્યાશાખામાં પ્રવેશ માટે 75 હજાર વિદ્યાર્થીઓ નીટ આપશે

ગુજરાતમાં મેડિકલ અને ડેન્ટલ સહિત તબીબી વિદ્યાશાખામાં પ્રવેશ માટે 75 હજાર વિદ્યાર્થીઓ નીટ આપશે

0

અમદાવાદઃ ગુજરાતમાં મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ માટે તા.૫મી મેના રોજ પરીક્ષા નીટ લેવાશે.દેશમાં આ વર્ષે નીટમાં ૧૫.૧૯ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જ્યારે ગત વર્ષે ૧૩.૨૮ લાખ વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યા હતા. એટલે કે ગતવર્ષની સરખામણીમાં ૧૪ ટકા જેટલા વિદ્યાર્થીઓ વધ્યા છે. જેના કારણે મેડિકલમાં પ્રવેશ માટેનું કટ ઓફ પણ ઊંચુ જાય તેવી શક્યતા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓમાં હવે તબીબી વિદ્યાશાખામાં પ્રવેશ માટેનો ક્રેઝ વધતો જાય છે. વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાની સાથે જ નીટની તૈયારીમાં લાગી ગયા હતા. નીટ માટે મહારાષ્ટ્રમાંથી સૌથી વધુ ૨ લાખ ૧૯ હજાર જેટલા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ગુજરાતમાંથી અંદાજે ૭૫ હજાર વિદ્યાર્થીઓ નીટમાં ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. મહત્વની વાત એ કે ગુજરાત બોર્ડમાં બી ગ્રૂપમાં માત્ર ૭૪ હજાર વિદ્યાર્થીએ પરીક્ષા આપી છે. પરીક્ષા આપનારા તમામ વિદ્યાર્થીઓ પાસ થતા નથી. આ ઉપરાંત પાસ થનારા તમામ વિદ્યાર્થીઓ પણ મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટે પ્રયાસ કરતાં નથી  પણ ગુજરાત બોર્ડ ઉપરાંત ગુજરાતની સેન્ટ્રલ બોર્ડની સ્કૂલોમાંથી અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પણ નીટ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ સ્થિતિમાં ૭૫ હજાર વિદ્યાર્થી નીટ આપશે તે નક્કી છે. ગુજરાત બોર્ડમાં પણ ગત વર્ષની સરખામણીમાં અંદાજે ૧૨ હજાર વધારે વિદ્યાર્થીઓ નોંધાયા છે. આ ઉપરાંત નીટ આપનારા કુલ પૈકી ૫ હજાર વિદ્યાર્થી એવા છે કે જેઓ ૨૫ વર્ષ કરતાં વધુ વયના છે. અગાઉ ૨૫ વર્ષથી ઉપરના વિદ્યાર્થીઓ નીટ આપી શકે કે નહીં તે મુદ્દે ભારે વિવાદ ઊભો થયો હતો. છેવટે આ અંગેની છૂટ આપવામાં આવતાં આ વર્ષે પ્રથમ વખત ૫ હજાર વિદ્યાર્થીઓ નીટમાં ઉપસ્થિત રહેશે.

tags:

LEAVE YOUR COMMENT