1. Home
  2. REGIONAL
  3. ગુજરાતમાં વકરતો સ્વાઈન ફ્લુનો રોગચાળોઃ હાઈકોર્ટે માગ્યો સરકાર પાસેથી જવાબ
ગુજરાતમાં વકરતો સ્વાઈન ફ્લુનો રોગચાળોઃ હાઈકોર્ટે માગ્યો સરકાર પાસેથી જવાબ

ગુજરાતમાં વકરતો સ્વાઈન ફ્લુનો રોગચાળોઃ હાઈકોર્ટે માગ્યો સરકાર પાસેથી જવાબ

0

ગુજરાતમાં ઠંડીના પ્રમાણમાં વધારા સાથે સ્વાઇન ફ્લૂનો પ્રકોપ પણ વધી રહ્યો છે. ૧લી જાન્યુઆરીથી આજ સુધીના માત્ર 42 દિવસમાં સ્વાઇન ફ્લૂના ખપ્પરમાં ૫૫ જિંદગી હોમાઇ ગઇ છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં વધુ ૭૮ દર્દીઓને આ વાયરસે ઝપટમાં લીધા છે. અમદાવાદ શહેર વિસ્તારમાં સૌથી વધુ ૨૯ કેસ નોંધાયા છે. ઠંડીનો ગાળો એચ-1 એન-1 વાયરસને વિકસવા માટે અનુકુળ હોય છે. આવી સિઝનમાં વાયરસ પર નિયંત્રણ મેળવવું મુશ્કેલ હોય છે. સતત વધી રહેલા કેસોને ધ્યાને રાખી કેન્દ્રમાંથી એક્સપર્ટ ડૉક્ટર્સની ટીમ રવિવારે ગુજરાત દોડી આવી હતી. પ્રથમ દિવસે આ ટીમે અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને બીજા દિવસે વડોદરાની સર સયાજીરાવ જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે, રાજ્ય સરકારે ‘સ્વાઇન ફ્લૂ’નું નામકરણ ‘સિઝનલ ફ્લૂ’ કરી દીધું છે.દરમિયાન સ્વાઈન ફ્લુના વકરતા રોગચાળા અંગે ગુરાત હાઈકોર્ટે સરકાર પાસેથી જવાબ માગ્યો છે.સ્વાઈન ફ્લુ અટકાવવા માટે તંત્ર દ્વારા શું પગલા લીધા અને વાયરસ ડામવા શું પગલા લેવાયા તે અંગે મંગળવાર સુધીમાં જવાબ રજુ કરવા આદેશ કરાયો છે.

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના આંકડાં મુજબ સ્વાઇન ફ્લૂથી ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૫૫ દર્દીના મોત નિપજ્યાં છે. છેલ્લા ૨૪ કલાકમાં ૭૮ લોકોને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં ૨૯ ઉપરાંત વડોદરા શહેરમાં-૭, સુરત શહેરમાં-૬, જૂનાગઢમાં-૪, સુરેન્દ્રનગર, ભાવનગર શહેર, રાજકોટ અને અરવલ્લીમાં ૩-૩, અમરેલી, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, જૂનાગઢ શહેર, સાબરકાંઠા, ભાવનગર અને વડોદરામાં ૨-૨, ગાંધીનગર, કચ્છ, નર્મદા અને ખેડામાં ૧-૧ વ્યક્તિને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ છે. સરકારી આંકડાં મુજબ પહેલી જાન્યુઆરીથી અત્યાર સુધી રાજ્યમાં કુલ ૧૩૪૦ વ્યક્તિને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવ્યો હતો જે પૈકીના ૫૧૭ વ્યક્તિ હજુ જુદીજુદી સરકારી-ખાનગી હોસ્પિટલમાં છે. ૭૬૮ લોકોને સાજા કરી ઘરે પરત મોકલી દેવાયા છે. દરમિયાન આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું છે કે દિલ્હીથી ડૉક્ટરોની ટીમ ગુજરાતની મુલાકાતે આવી છે. ત્રણ ડૉક્ટરોની ટીમ ત્રણ-ચાર દિવસ ગુજરાતની જુદાજુદા સરકારી-ખાનગી હોસ્પિટલ, સરકારી-ખાનગી લેબોરેટરી, જિલ્લા-તાલુકાના પીએચસી અને સીએચસી સેન્ટરની મુલાકાત લીધા બાદ રિપોર્ટ તૈયાર કરી કેન્દ્ર સરકારને સુપરત કરશે. આ ટીમમાં એક ફિઝિશિયન, એક માઈક્રોબાયોલોજિસ્ટ અને એક એપિડેમિશિયન છે. સ્વાઇન ફ્લૂથી અમદાવાદ શહેર સૌથી પ્રભાવિત છે ત્યારે પ્રથમ દિવસે કેન્દ્રની ટીમે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે વોર્ડમાં જઈ દર્દીઓની મુલાકાત લીધી હતી. તેઓએ સારવાર, વેન્ટિલેટર અને પ્રોટોકોલની તપાસ કરી હતી. આ ટીમ ગુજરાતની ગમે તે હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝિટ કરી સમીક્ષા કરે છે.સ્વાઈન ફ્લુના વકરતા રોગચાળા સામે રાજ્ય સરકારે શું પગલા લીધા તેની વિગતો રજુ કરવા હાઈકોર્ટે જવાબ માગ્યો છે.

LEAVE YOUR COMMENT