1. Home
  2. Regional
  3. ગુજરાતમાં સવા બે લાખ શિક્ષકો આંદોલનના માર્ગેઃ વિધાનસભા ઘેરાવ કરવા જતા 2000 શિક્ષકોના અટકાયત
ગુજરાતમાં સવા બે લાખ શિક્ષકો આંદોલનના માર્ગેઃ વિધાનસભા ઘેરાવ કરવા જતા 2000 શિક્ષકોના અટકાયત

ગુજરાતમાં સવા બે લાખ શિક્ષકો આંદોલનના માર્ગેઃ વિધાનસભા ઘેરાવ કરવા જતા 2000 શિક્ષકોના અટકાયત

0

ગુજરાતના 2.15 લાખથી વધુ સરકારી શાળાના પ્રાથમિક શિક્ષકો પડતર પ્રશ્નોના ઉકેલ માટે સામુહિક રજા (માસ સીએલ) પર ઉતર્યા છે. અને વિધાનસભાના ઘેરાવનો કાર્યક્રમ આપીને રૂપાણી સરકાર સામે આંદોલનનું રણશિંગુ ફંક્યું હતું. રાજ્યભરમાંથી આવેલા શિક્ષકોએ ગાંધીનગર બાનમાં લીધું છે. આ સાથે વિધાનસભા ગેટ-7 પર રૂપાણી હાય-હાયના નારા લગાવાયા હતા. હાલમાં પોલીસ એસ.પી. અને આઈ.જી સહિતનો હજારોનો પોલીસ કાફલો સુરક્ષામાં ગોઠવાયો છે. અંદાજે 2 હજારથી વધુ શિક્ષકોની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે ગાંધીનગર જતા તમામ માર્ગો પર પોલીસનો કાફલો ઉતારીને બહાર ગામથી ગાંધીનગર આવતા શિક્ષકોની અટકાયત કરી હતી. ગાંધીનગરમાં વિધાનસભા નજીક શિક્ષકો એકઠા થતા પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો.

ગુજરાતમાં પ્રાથમિક શાળાઓના સવા બે લાખ શિક્ષકો આજથી હડતાળ પર ઉતર્યા છે. શિક્ષકોની માગ છે કે, 1997થી ફિક્સ પગારના શિક્ષકોની નોકરીને સળંગ ગણવામાં આવે, અલગ ગ્રેડ પે, નવી ભરતી થયેલા શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ મળે, સાતમા પગાર પંચની ભલામણોનો અમલ વગેરે માંગો મૂકવામાં આવી છે. હડતાળમાં અમદાવાદ જિલ્લાના 7 હજાર શિક્ષકો જોડાયા છે. સૌરાષ્ટ્રથી આવેલા 500 જેટલા શિક્ષકોની અટકાયત કરવામાં આવી હતી. ગાંધીનગર આવતા તમામ રોડ અને સર્કલ ઉપર બેરીકોડ લગાડાયા હતા. ચેકીંગ પછી જ ગાંધીનગરમાં એન્ટ્રી દેવામાં આવશે. શિક્ષકો વિધાનસભા જતાં ‘ચ’ રોડના રસ્તા પર બેસી ગયા હતા. બનાસકાંઠાના 100 જેટલા શિક્ષકોની લાંઘણજ પોલીસ સ્ટેશનમાં અટકાયત કરાઈ. નર્મદા જિલ્લાના 50 જેટલા શિક્ષકોની પોઈચા નજીક જ પોલીસે અટકાયત કરી. રાજકોટમાં કુવાડવા પોલીસે જામનગર અને રાજકોટ જિલ્લાના 30 જેટલા શિક્ષકોની અટકાયત કરી માસ સીએલ પર ઉતરેલાં 2.15 લાખ શિક્ષકોમાંથી 10 હજારથી વધુ શિક્ષકો આજે પોતાની પડતર માંગોને લઈ વિધાનસભાનો ઘેરાવો કરવાના છે. જેના પગલે ગાંધીનગરના પ્રવેશવાના માર્ગ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શિક્ષકોને ગાંધીનગર ન જાય તે માટે તેઓની અટકાયતની સૂચનાના પગલે વહેલી સવારથી અલગ અલગ જગ્યાએ ચેકીંગ ચાલી રહ્યું છે. ગાંધીનગરમાં પ્રવેશવાના તમામ ચેક પોઇન્ટ પર વાહનોનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.આખા રાજ્યના હોદ્દેદારો સહિત શિક્ષકોની અટકાયત કરવામાં આવી રહી છે. વૈષ્ણવદેવી સર્કલ પાસેથી ડિટેઈન કરવામાં આવી રહ્યા છે.

LEAVE YOUR COMMENT