1. Home
  2. Regional
  3. ગુજરાત બોર્ડનું ધો-10નું આવતીકાલે જાહેર થશે પરિણામ
ગુજરાત બોર્ડનું ધો-10નું આવતીકાલે જાહેર થશે પરિણામ

ગુજરાત બોર્ડનું ધો-10નું આવતીકાલે જાહેર થશે પરિણામ

0

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલી ધો-10ની પરીક્ષાનું આવતીકાલે મંગળવારે પરિણામ જાહેર થશે. 11 લાખથી વધારે વિદ્યાર્થીઓએ ધો-10ની પરીક્ષા આપી હતી.

સુત્રોના જણાવ્યા અનુસાર બોર્ડ દ્વારા માર્ચ 2019માં ધો-10 અને ધો-12ની પરીક્ષાઓ લેવામાં આવી હતી. તાજેતરમાં જ બોર્ડ દ્વારા ધો-12 વિજ્ઞાન પ્રવાહનું 71 ટકા જેટલું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. દરમિયાન આવતીકાલે મંગળવારે ધો-10નું પરિણામ જાહેર કરવામાં આવશે. પરીક્ષાર્થીઓ વહેલી સવારથી જ બોર્ડની વેબસાઈટ પર પોતાનું પરિણામ જોઈ શકશે.

માર્ચ 2019માં લેવાયેલી ધો-10ની પરીક્ષામાં 7.5 લાખ વિદ્યાર્થીઓ અને 4.54 લાખ વિદ્યાર્થિનીઓ નોંધાઈ હતી. આ ઉપરાંત 6,222 ફિઝિકલ ડિસેબલ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે સૌથી વધુ અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ધો-10માં અમદાવાદ શહેર-ગ્રામ્યમાં 1,23,487 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી.

બોર્ડની પરીક્ષા શાંતૂપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. તેમજ ગેરરીતી ઝડપી લેવા માટે પરીક્ષા ખંડમાં સીસીટીવી લગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત જેલમાં બંધ કેટલાક કેદીઓએ ધો-10ની પરીક્ષા આપી હતી. તેમના માટે પરીક્ષામાં વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

LEAVE YOUR COMMENT