1. Home
  2. Regional
  3. ગુજરાત યુનિ અને જીટીયુ સિવાય અન્ય યુનિવર્સિટીઓને સ્ટાર્ટઅપમાં કોઈ દિલચસ્પી નથી
ગુજરાત યુનિ અને જીટીયુ સિવાય અન્ય યુનિવર્સિટીઓને સ્ટાર્ટઅપમાં કોઈ દિલચસ્પી નથી

ગુજરાત યુનિ અને જીટીયુ સિવાય અન્ય યુનિવર્સિટીઓને સ્ટાર્ટઅપમાં કોઈ દિલચસ્પી નથી

0

અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા તમામ યુનિવર્સિટીઓમાં સ્ટાર્ટ્અપ શરૂ કરવાની જવાબદારી ગુજરાત યુનિવર્સિટીને સોંપી હતી પણ ગુજરાત યુનિ. અને જીટીયુ સિવાય રાજ્યની અન્ય યુનિવર્સિટીઓને સ્ટાર્ટ્અપ ઈનોવેશનમાં કાઈ જ રસ નથી. ગુજરાત યુનિવર્સિટી દ્વારા શરૂ કરાયેલા સ્ટાર્ટઅપ એટલે કે જીયુસેક હવે સમગ્ર રાજ્યની યુનિવર્સિટીઓમાં સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે સહયોગ કરશે. સરકાર દ્વારા સ્ટાર્ટઅપ અને ઇનોવેશનને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યા બાદ હજુ સુધી ગુજરાત યુનિવર્સિટી અને જીટીયુ સિવાય મોટાભાગની યુનિવર્સિટી આ પ્રકારના સેટઅપ તૈયાર કરી શકી નથી. જેના કારણે હવે શિક્ષણ વિભાગે દરેક યુનિવર્સિટીમાં સ્ટાર્ટઅપ શરૂ કરવાની જવાબદારી ગુજરાત યુનિવર્સિટીને સોંપવાનું નક્કી કરાયું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષ ૨૦૧૬માં સ્ટાર્ટઅપ-ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટે જીયુસેકનો પ્રારંભ કરાયો હતો. પ્રારંભમાં ગણતરીના સ્ટાર્ટઅપ બાદ હાલમાં ૧૧૨ જેટલા સ્ટાર્ટઅપ ચાલી રહ્યા છે. અત્યાર સુધીમાં અનેક સ્ટાર્ટઅપ પૂર્ણ કરીને તેનો કોમર્શિયલ યુઝ જે તે સ્ટાર્ટઅપ શરૂ કરનારા ઉમેદવારોએ શરૂ કરી દીધો છે. આગામી દિવસોમાં હજુ કેટલાક મહત્ત્વના સ્ટાર્ટઅપ પાઇપલાઇનમાં છે જે સમાજ માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઇ શકે તેમ છે. બીજીબાજુ રાજ્ય સરકાર દ્વારા વારંવારના પ્રયાસ અને જાહેરાતો છતાં વાસ્તવિક્તા એ છે કે જીટીયુને બાદ કરતાં અન્ય યુનિવર્સિટીઓ સ્ટાર્ટઅપને સમજી શકતી નથી અથવા તો શરૂ કરી શકતી નથી. જેના કારણે હાલની સ્થિતિ એવી છે કે સ્ટાર્ટઅપ-ઇનોવેશન માત્ર બે યુનિવર્સિટીઓ પૂરતુ મર્યાદિત થઇ ચૂક્યું છે. પરિણામે હવે હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા અન્ય યુનિવર્સિટીઓમાં સ્ટાર્ટઅપ-ઇનોવેશનની પ્રક્રિયા શરૂ થાય અને આ માટે એક વ્યવસ્થિત સેટઅપ ગોઠવવાની જવાબદારી ગુજરાત યુનિવર્સિટીને સોંપવામાં આવી છે. આગામી દિવસોમાં યુનિવર્સિટી દ્વારા અન્ય યુનિવર્સિટીઓમાં જઇને સ્ટાર્ટઅપ-ઇનોવેશન માટે અલગ વ્યવસ્થા ઊભી કરવા માટેની પ્રક્રિયા હાથ ધરાશે.  એક સ્ટાર્ટઅપમાં મોબાઇલ કોમ્પ્યૂટર ડેવલપ કરાયું છે. જેમાં હાલના મોબાઇલમાં કોમ્પ્યૂટરની જે પ્રક્રિયા થઇ શકતી નથી તે પ્રકારની તમામ કાર્યવાહી આગામી દિવસોમાં મોબાઇલમાં થઇ શકે તે પ્રકારના સંશોધનો ચાલી રહ્યા છે. આ સિવાય રૂમનો દરવાજો ખોલવા માટે ઉપયોગમાં લેવાતા કાર્ડની જગ્યાએ મોબાઇલ મેસેજથી ડોર ખુલે તેવા સ્ટાર્ટઅપ પર પણ કામ ચાલુ છે.

tags:

LEAVE YOUR COMMENT