in , ,

ગૃહિણીઓને કીચનમાં વાગતા ચપ્પું કે અન્ય ઘા નો ઈન્સ્ટન્ટ ઉપાય

જ્યારે ગૃહિણીઓ ધરમાં કે રસોઈમાં કામ કરતી હોય છે ત્યારે અવાર નવાર કઈકં ને કઈક વાગવાની ધટના બનતી હોય છે ત્યારે આવા સમયે ડોક્ટર પાસે જતા પહેલા ધરેલું ઉપાય કરવો અનિવાર્ય છે. દરેકના કીચનમાં એવી ચીજ વસ્તુંઓ રહેલી  હોય છે કે જેના દ્વારા આપણે વાગેલા ધા નો ઈલાજ કરી શકીયે તો ચાલો જાણીયે એવી ચીજ વસ્તુંઓ વિશે જે આપણાને વાગેલા ઘા રુઝવવામાં મદદરુપ થશે.જેથી કરી આપણે પ્રાથમિક સારવાર ઘરમાં જ મેળવી લઈએ કારણ કે જરુરી નથી કે દરેક જગ્યાએ ફર્સ્ટ એડ કિટ હાજર હોય.

હળદર- જ્યારે કામ કરતા કરતા જો તમને ચપ્પું કે કોઈ ધારદાર વસ્તું વાગી જાય છે અને લોહી નીકળે છે ત્યારે હળદર ખુબજ ફાયદા કારક સાબિત થાય છે .લોહી નીકળેલી જગ્યાએ હળદર દાબવામં આવે તો લોહીનો પ્રવાહ અટકી જશે તે ઉપરાંત ઘા માં જલ્દી રુઝ આવશે. તેમજ ઘા પાકવાની શક્યતા ઓછી થઈ જશે.

અજમો – જ્યારે કોઈ ભારદાર વજન વાળી વસ્તું વાગી હોય ત્યારે અજમાને તવીમાં શેકીને એક કપડામાં બાંધીને જ્યા વાગ્યું હોય ત્યા લગાવવાથી  દુખાવામં રાહત થાય છે.

આઈસ ક્યુબ – જ્યારે કોઈ ભારે ચીજ વસ્તું વાગી હોય અથવા કોઈ કારણો સર સોજો આવ્યો હોઈ ત્યારે બરફ ઘસવાથી ફાયદો થાય છે .બરફ ધસવાથી સોજો આવતો અટકે છે અને મૂઢ મારમાં રાહત મળે છે.

મીઠું – મીઠું એવી વસ્તુ છે જે દરેકના ઘરોમાં આસાનીથી મળી રહે છે  ને તે ખુબજ ઉપયોગી પણ છે. જ્યારે હાથ પગમાં સોજો આવ્યો હોય અથવા વધુ ચાલવાથી કે કામ કરવાથી પગમાં સોજા ચઢ્યા હોય ત્યારે ગરમ પાણીમાં મીઠું નાખીને શેક કરવાથી દુખાવામાં તેમજ સોજામાં રાહત થાય છે. આવા નાના નાના ઘરેલું ઈલાજથી તમે પોતે જ તમારી સારવાર ઘરબેઠા કરી શકો છો .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

શું નોટબંધીની અસર નથી? ત્રણ વર્ષમાં કરન્સી ઓપરેશન્સમાં 3396 અબજનો વધારો

ખાનગીકરણ મામલે રેલવે મંત્રાલયની સીધી વાત, સોનિયા ગાંધીએ ખોટા તથ્યો કર્યા રજૂ