1. Home
  2. Regional
  3. ચૂંટણીમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે બેલેટ પેપરથી યોજાયું મતદાન
ચૂંટણીમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે બેલેટ પેપરથી યોજાયું મતદાન

ચૂંટણીમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે બેલેટ પેપરથી યોજાયું મતદાન

0

અમદાવાદઃ  લોકસભા ચૂંટણીને લઇને 23 એપ્રિલના રોજ ગુજરાતમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારે ગુજરાત લોકસભા ચૂંટણીના સંદર્ભમાં પોતાના મતવિસ્તારથી અન્ય વિસ્તારોમાં ચૂંટણીમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને અધિકારીઓ માટે આજે બેલેટ પેપરથી મતદાન યોજાયું હતું. રાજકોટની વિરાણી સ્કૂલમાં સરકારી કર્મચારીઓનું પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવ્યું હતું. 262 કર્મચારીઓએ પોતાનો કિંમત મત આપી મતદાન કર્યું હતું. સવારે 10.30 વાગ્યાથી તાલીમની સાથે ચૂંટણીકર્મીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. રાજકોટ લોકસભમાં કુલ 11 હજાર કરતા વધુ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યાં છે. વિધાનસભા 69ના 1400 કર્મચારી પૈકી 657 જેટલા કર્મચારીઓની તાલીમ યોજવામાં આવી છે. જે પૈકીના 262 સરકારી કર્મચારીઓએ આજે પોતાના મતનો અધિકાર કરી અદા કરી મતદાન કર્યું હતું.

રાજ્યમાં લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવોસ બાકી રહ્યા છે. ત્યારે ચૂંટણી પંચ તેમજ ચૂંટણી કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓ દ્વારા સંપૂણ પ્રકારે ચૂંટણીની તૈયારીઓ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. લોકસભા ચૂંટણીના સંદર્ભમાં પોતાના મતવિસ્તારથી અન્ય વિસ્તારોમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે બેલેટ પેપરથી મતદાન કરવાની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. આ સુવિધાઓની સંપૂર્ણ તૈયારી ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે. ગાંધીનગર લોકસભા બેઠક ઉપર આવતી વિધાનસભા સીટોમાં ગાંધીનગર કલોલમાં બેલેટ પેપરથી મતદાન કરવાનો પ્રરંભ કરાયો હતો. આ સાથે જ દેહગામ અને માણસા તાલુકામાં પણ બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યું હતું. તો બીજી બાજુ પંચમહાલ લોકસભા બેઠક પર પોલીસ સ્ટાફ દ્વારા આજે પોસ્ટલ બેલેટ પેપર દ્વારા મતદાન કરવામાં આવ્યું છે. મહીસાગરના લુણાવાડા, બાલાસિનોર અને સંતરામપુર સહીત પોલીસ સ્ટાફનું લુણાવાડા ખાતે મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ છે. પંચમહાલ લોકસભા બેઠક પર આજે સવારે 8 કલાકથી મતદાન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી. પંચમહાલ લોકસભા વિસ્તાર લુણાવાડા અને બાલાસિનોરનું મતદાન અને દાહોદ લોકસભા વિસ્તાર સંતરામપુર વિસ્તારનું મતદાન લુણાવાડા ખાતે યોજાયું હતું. જેમાં લુણાવાડા-937, બાલાસિનોર-547 અને સંતરામપુર-946 મળી કુલ- 2430 પોલીસ કર્મીઓનું બેલેટ પેપરથી મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે.

tags:

LEAVE YOUR COMMENT