1. Home
  2. Regional
  3. જગતગુરૂ આદિ શંકરાચાર્ય અને મેનેજમેન્ટઃ ડો.ભાવેશ કિનખાબવાલાના સંશોધન લેખને માન્ય રાખી ગુજરાત યુનિએ પીએચ.ડીની પદવી આપી
જગતગુરૂ આદિ શંકરાચાર્ય અને મેનેજમેન્ટઃ ડો.ભાવેશ કિનખાબવાલાના સંશોધન લેખને માન્ય રાખી ગુજરાત યુનિએ પીએચ.ડીની પદવી આપી

જગતગુરૂ આદિ શંકરાચાર્ય અને મેનેજમેન્ટઃ ડો.ભાવેશ કિનખાબવાલાના સંશોધન લેખને માન્ય રાખી ગુજરાત યુનિએ પીએચ.ડીની પદવી આપી

0

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીએ જગતગુરૂ આદિ શંકરાચાર્ય અને મેનેજમેન્ટ વિષય પરના સંશોધન લેખને માન્ય રાખીને ભાવેશ અશોકકુમાર કિનખાબવાલાને પીએચ.ડીની પદવી આપી છે. ભાવેશ કિનખાબવાલાએ જગતગુરૂ શંકરાચાર્ય વિશે ઊંડો અભ્યાસ કરીને સંશોધન લેખ તૈયાર કર્યો હતો. એક બિઝનેસ કે મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ્સ માટે આદિ શંકરાચાર્યનું સમગ્ર જીવન ઉદાહરણરૂપ છે.અને દેશના ચારેય દિશામાં મઠ સ્થાપ્યા હતા. જે 1200 વર્ષ બાદ આજે પણ કાર્યરત છે. આથી શંકરાચાર્યજીને વિઝનરી સીઈઓ કહી શકાય એવા દુરદ્રષ્ટ્રા હતા. અંધશ્રદ્ધાને દુર કરી સનાતન ધર્મને અખંડિત રાખ્યો હતો.ભાવેશ કિનખાબવાલે ચારેય મઠ ઉપરાંત અનેક સ્થળોએ જઈને સંશોધનાત્મક વિગતો એકત્ર કરીને લેખ તૈયાર કરતાં ગુજગાત યુનિવર્સિટીએ ડોક્ટરેટની ડિગ્રી એનાયત કરી છે.

પ્રતિભાસંપન્ન યુવાન ભાવેશ અશોકકુમાર કિનખાબવાલા આંતરરાષ્ટ્રીય કંપનીમાં કંપની સેક્રેટરી અને લિગલ હેડ તરીકે ફરજ બજાવી રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં ‘Spirituality and Management-Learning and Application of Teachings of Jagadguru Adi Shankaracharya’ વિષય પર પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત થઈ છે. ભાવેશભાઈએ બી.કોમ., એલ.એલ.બી, એમ.બી.એ.નો અભ્યાસ કર્યા બાદ સમાજમાં મહત્ત્વનું યોગદાન કરવાનો ઉત્સાહ તેમને પીએચ.ડી ઈન મેનેજમેન્ટ કરવા દોરી ગયો અને કોઈ જ આર્થિક લાભની અપેક્ષા વગર બી.કે.સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાંથી ત્રણ વર્ષની જહેમત બાદ આ પદવી પ્રાપ્ત કરી છે. આદિ શંકરાચાર્ય અને મેનેજમેન્ટ ઉપર આ પ્રથમ અનન્ય સંશોધન છે અને જેનાથી અન્ય સંશોધનકર્તાઓને પણ વધુ અભ્યાસ માટે પ્રેરણા મળી શકે છે. આ અંગે ડૉ.ભાવેશ અશોકકુમાર કિનખાબવાલા)એ જણાવ્યું કે માતા-પિતાના આશીર્વાદ સાથે મને અંત:પ્રેરણા મળી અને હું શિવ ઉપાસના તરફ આકર્ષાયો. મને એવું લાગ્યું કે ઈશ્વરે મને નિમિત્ત બનાવ્યો. તેમાં પણ અદ્વૈતવાદ સ્થાપક આદિ શંકરાચાર્યજીના જીવનનો અભ્યાસ કરતાં આ વાત દૃઢ બનતી ગઈ. ખાસ કરીને એક બિઝનેસ કે મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ્સ માટે તેઓનું સમગ્ર જીવન ઉદાહરણરૂપ છે. આદિ શંકરાચાર્યજીએ એક એવી સંસ્થાનું નિર્માણ કર્યું કે તેઓનાં ૧૨૦૦ વર્ષ બાદ પણ આજે તે અખંડિત રીતે કાર્યરત્ છે. તેઓએ ભારતનાં ચાર ખૂણે જે પશ્ચિમમાં દ્વારકામાં-શારદાપીઠ, પૂર્વમાં ગોવર્ધનમઠ, દક્ષિણમાં શ્રૃંગેરીપીઠ અને ઉત્તરમાં જ્યોર્તિપીઠની સ્થાપના કરી છે અને ત્યાં આજે પણ વર્તમાન શંકરાચાર્ય છે, ઉપરાંત એચઆર,ફાયનાન્સ,એડમિન બધા જ કાર્ય સુપેરે ચાલી રહ્યાં છે. એટલે કે આદિ શંકરાચાર્યજીએ એક વિઝનરી સીઈઓ પણ કહી શકાય. આદિ શંકરાચાર્યજી એવા દૂરદૃષ્ટા હતા કે જેમણે આધ્યાત્મિકતાના ગુણોને સમાજની ઉન્નતિ માટે સંસ્થાઓને રૂપે આગળ વધાર્યું. આજનાં મેનેજરો માટે તેઓનું જીવન ખૂબ જ પ્રેરણાસ્પદ બની રહેશે.વર્ષો પહેલા ખૂબ જ માઈક્રો લેવલનું પ્લાનિંગ કર્યું. તેઓની બ્રાન્ડ આજે પણ પ્રખ્યાત છે. કુંભમેળાના અભ્યાસ માટે વિશ્વભરમાંથી મેનેજમેન્ટ એક્સપર્ટ આવે છે, તેનાં મૂળમાં આદિ શંકરાચાર્યજી છે. બધા જ વાદ-વિવાદો દૂર કરીને એક સર્વગ્રાહી દૃષ્ટિકોણ આપ્યો. અંધશ્રદ્ધાને દૂર કરી, તમામ ભેદ દૂર કરીને હિંદુ ધર્મને એક કર્યો અને પંચદેવ ઉપાસના આપી એ તેમનો વ્યવહારિક નિર્ણય  બની રહ્યો. આ પીએચ.ડી. માટે હું બધા જ સ્થાનોએ ગયો અને અભ્યાસ ઉપરાંત, એટલે કે સોનામાં સુગંધ ભળે તેમ જગદ્‌ગુરુ શંકરાચાર્યજીને મળવાનો લાભ પણ પ્રાપ્ત થયો હતો

LEAVE YOUR COMMENT