1. Home
  2. Regional
  3. જયંતી ભાનુશાળી હત્યા કેસમાં છબીલ પટેલની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ
જયંતી ભાનુશાળી હત્યા કેસમાં છબીલ પટેલની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ

જયંતી ભાનુશાળી હત્યા કેસમાં છબીલ પટેલની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ

0

અમદાવાદ:  ભાજપના અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની કચ્છના સામખિયાળી નજીક ચાલતી ટ્રેનમાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. હત્યાનું કાવતરું રચવાનો આરોપ ભાજપના જ પૂર્વ ધારાસભ્ય અને રાજકીય હરીફ છબીલ પટેલ પર લાગ્યો હતો. હત્યા બાદ છબીલ પટેલ ફરાર થઈ ગયા હતા. વિદેશથી જેવા અમદાવાદ એરપોર્ટ આવ્યા કે તરત જ  પોલીસે છબીલ પટેલને દબોચી લીધા હતા.

પોલીસના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતે મુજબ આજે ગુરૂવારે સવારે આરોપી છબીલ પટેલ દુબઈથી ફ્લાઈટમાં અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવતાં જ ત્યાં હાજર પોલીસે તેની અટકાયત કરી હતી. રાણીપ સ્થિત રેલવે એસપી ઓફિસ ખાતે છબીલની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જયંતી ભાનુશાળીની હત્યા બાદ વિદેશ ભાગી ગયેલા છબીલ પટેલ તેના સંબંધીઓ અને મિત્રોના સંપર્કમાં હોવાની પોલીસને જાણ હતી. તેથી તેનો પુત્ર સિધ્ધાર્થ પટેલની શોધખોળ ચાલતી હતી. તેવામાં ગોવાના ગેસ્ટ હાઉસમાં છુપાઈને રહેતો હતો તે સિધ્ધાર્થ પણ સામેથી પોલીસને શરણે થયો હતો. દરમિયાન છબીલ પટેલની સંપત્તિ ટાંચમાં લેવાની તજવીજ શરૂ થઈ હતી. છબીલ પટેલ સંબંધીઓની ધરપકડ તથા તેની મિલકતો ટાંચમાં લેવાની પોલીસની તજવીજથી ગભરાઈને છબીલ ગમે ત્યારે પોલીસના શરણે થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ હતી. સાથે જ પોલીસે તમામ એરપોર્ટ પર લુક આઉટ નોટીસ પણ જાહેર કરી હતી. ભાનુશાળીની હત્યાનું કાવતરું ઘડીને છબીલ પટેલ 2જીજાન્યુઆરીએ વિદેશ જતો રહ્યો હતો. બાદમાં 7મી જાન્યુઆરીએ પુણેના બે શાર્પશુટરોએ ભુજથી સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરતાં ભાનુશાળીની ગોળીઓ મારીને હત્યા કરી હતી.

LEAVE YOUR COMMENT