1. Home
  2. Regional
  3. જેલના 250 જેટલા કેદીઓ ધોરણ 10 અને 12ની પરીક્ષા આપશે
જેલના 250 જેટલા કેદીઓ ધોરણ 10 અને 12ની પરીક્ષા આપશે

જેલના 250 જેટલા કેદીઓ ધોરણ 10 અને 12ની પરીક્ષા આપશે

0

ગુજરાતભરમાં ૧૮ લાખથી વધુ વિદ્યાર્થીઓ માર્ચમાં યોજાનારી ધોરણ દસ અને બારની પરીક્ષા આપશે. જેમાં ૨૫૦થી વધુ કેદીઓનો પણ સમાવેશ થાય છે. અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલના ૨૦ કેદીઓ ધોરણ દસની અને ચાર કેદી ધો.૧૨ની પરીક્ષા આપશે. જેમાં એક મહિલા કેદીનો સમાવેશ થાય છે. કુલ ૨૪ કેદીમાં ૫૦ ટકાથી વધુ કેદીઓ ૪૦ વર્ષ આસપાસના છે. રાજ્યની જેલના રપ૦થી વધુ કેદી પણ પરીક્ષા આપશે, જેમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતની જેલના કેદીનો સમાવેશ થાય છે. બોર્ડ સત્તાવાળાઓ દ્વારા કેદી પરીક્ષાર્થીઓ માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

અમદાવાદના સાબરમતી સેન્ટ્રલ જેલના સૂત્રોએ જણાવ્યું હતું કે, જેલમાં રહીને અભ્યાસ કરતા કેદીઓ તેમના અભ્યાસની તૈયારીઓ માટે બેરેકમાં રહીને પણ વાંચન કરે છે. જેની પાછળ તેઓ પ થી ૭ કલાક જેટલો સમય ફાળવે છે. આ ઉપરાંત કેદીઓને બેરેકમાં વાંચવા માટે લાઇબ્રેરીમાંથી બુક પણ અપાય છે, જે વાંચીને ફરી ત્યાં જ મૂકવાની રહે છે. આ વર્ષે પણ બોર્ડની પરીક્ષાને લઈ કેદીઓમાં ઉત્સાહ છે. આ પરીક્ષા આપવા માટે ૨૫૦ જેટલા વિવિધ ગુનાઓમાં સજા કાપી રહેલા કેદીઓ દ્વારા પરીક્ષાના આવેદનપત્ર ભરવામાં આવ્યાં છે. આ કેદીઓની પરીક્ષા ક્યાં અને કેવી રીતે લેવી તે અંગે ગૃહ વિભાગની ભલામણ બાદ જ નિર્ણય કરવામાં આવે છે.

tags:

LEAVE YOUR COMMENT