1. Home
  2. Regional
  3. ઝાલોદના તળાવમાં માછીમારી કરવા ગયેલા 4 મહિલા સહિત પાંચના ડુબી જતાં મોત
ઝાલોદના તળાવમાં માછીમારી કરવા ગયેલા 4 મહિલા સહિત પાંચના ડુબી જતાં મોત

ઝાલોદના તળાવમાં માછીમારી કરવા ગયેલા 4 મહિલા સહિત પાંચના ડુબી જતાં મોત

0

વડોદરાઃ દાહોદના ઝાલોદ શહેરના તળાવમાં માછલી પકડવા ગયેલા 5 લોકો ડૂબી જતાં તમામના મોત નિપજ્યા હતા. તળાવમાં પાણીનો પ્રવાહ ખુબ હોવાથી 4 મહિલા સહિત એક વ્યક્ત ડૂબી જતા આસપાસના લોકો તળાવની આસપાસ એકઠા થઇ ગયા હતાં. ભારે જહેમત બાદ સ્થાનિક લોકોએ 4 મહિલા અને એક પુરૂષની લાશ બહાર કાઢી હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

સૂત્રોના જણાવ્યા મુજબ દાહોદના ઝાલોદના સારમારિયા ગામના તળાવમાં લોકો સામાન્ય રીતે માછલીઓ પકડવા જાય છે. આ તળાવમાં પાણી ખુબ જ ઊંડાણભર્યુ હોય છે. માછલી પકડવા માટે ચાર મહિલા સહિત એક પુરૂષ તળાવમાં ઉતર્યા હતાં પરંતુ ઊંડા પાણીમાં ગરકાવ થઇ જતા તમામ પાંચેય વ્યક્તિઓ મોતને ભેટ્યા હતાં. પાંચ લોકોના મોતની ખબર વાયુવેગે સમગ્ર પંથકમાં ફેલાઇ ગઇ હતી. પાંચ લોકોના મોતથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી. મૃતકોના હૈયાફાળ રૂદનથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયુ હતું. સ્થાનિક લોકોએ રેસ્ક્યૂ કરીને તમામ લોકોના મૃતદેહને બહાર કાઢ્યા હતાં. ઘટનાનાં પગલે મોટી સંખ્યામાં ગ્રામજનો તળાવ પાસે એકઠા થઇ ગયા હતાં અને સ્થાનિક તંત્રને જાણ કરી હતી. પોલીસે તમામ મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને વધુ તપાસ હાથ ધરી હતી.

tags:

LEAVE YOUR COMMENT