1. Home
  2. Regional
  3. ઝીંઝુવાડાના અફાટ રણમાં અંગારા ઓકતી ગરમીમાં ફાટેલા તંબુના સહારે ભણતા અગરિયાના બાળકો
ઝીંઝુવાડાના અફાટ રણમાં અંગારા ઓકતી ગરમીમાં ફાટેલા તંબુના સહારે ભણતા અગરિયાના બાળકો

ઝીંઝુવાડાના અફાટ રણમાં અંગારા ઓકતી ગરમીમાં ફાટેલા તંબુના સહારે ભણતા અગરિયાના બાળકો

0

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ત્યારે જિલ્લાના ખારાઘોડા અને ઝીંઝુવાડા રણની 14 તંબુશાળામાં અભ્યાસ કરતા 400થી વધુ અગરિયા ભુલકાઓ 44 ડિગ્રીની ગરમીમાં જીવના જોખમે શિક્ષણ મેળવી રહ્યાં છે. એમાય ઝીંઝુવાડા રણમાં તો વાવાઝોડાના લીધે ફાટેલા તંબુમાં અગરિયા ભુલકાઓ શિક્ષણનું ભાથું લઇ રહ્યાની ચોંકાવનારી હકીકતો જાણવા મળી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. બપોરના સમયે રોડ-રસ્તા સુમસામ બની જાય છે. જિલ્લામાં સૌથી વધુ કફોડી હાલત પાટડી, ખારાઘોડા અને ઝીંઝુવાડાના રણ વિસ્તારમાં કામ કરતા અગરિયાની છે. સરકારે અગરિયાના બાળકો માટે રણ વિસ્તારમાં તંબુ શાળાઓ શરૂ કરી છે. સર્વ શિક્ષા અભિયાન દ્વારા ખારાઘોડા અને ઝીંઝુવાડા રણમાં ચાલતી 14 તંબુશાળામાં 400થી પણ વધારે અગરિયા ભુલકાઓ પ્રાથમિક શિક્ષણ મેળવી રહ્યાં છે. જેમાં ઝીંઝુવાડા રણ વિસ્તારમાં પવનના સુસવાટા અને વાવાઝોડાના લીધે તંબુશાળાના તંબુઓ ફાટી જતાં આગ ઓકતી ગરમીમાં અગરિયા ભુલકાઓની હાલત અત્યંત દયનીય બનવા પામી છે. વાર્ષિક પરીક્ષા બાકી છે છતાંય ઝીંઝુવાડા રણમાં કેટલીક તંબુશાળા ખાલીખમ નજરે પડી હતી. અગરિયાઓના કહેવા મજબ  રણમાં આવેલી ઓફિસ નજીકની તંબુશાળામાં વાવાઝોડા બાદ અગરિયા ભુલકાઓ જતાં નથી અને શિક્ષકો પણ આંટો લગાવી ઉતાવળે જતાં રહે છે. ત્યારે રણના 44 ડિગ્રીમાં ભૂલકાઓ ભગવાન ભરોસે હોવાનો ઘાટ સર્જાયો છે.  રણમાં તંબુશાળામાં અગરિયા ભુલકાઓને શિક્ષણ માટે આવતા સરકારી શિક્ષક દર પંદરમાં દિવસે બદલાઇ જાય છે. એમાય એક અઠવાડીયું તો એ શિક્ષકને પોતાની રણ તંબુશાળામાં નિયમિત જવા-આવવામાં લાગે છે. અને બાકીના અઠવાડીયામાં એ શિક્ષકને અગરિયા ભુલકાઓ સાથે ઘરોબો કેળવવામાં થાય ત્યાં તો એ રણ તંબુશાળામાં નવા શિક્ષક આવી જાય છે.

LEAVE YOUR COMMENT