1. Home
  2. ગુજરાતી
  3. ટેલિવિઝ પ્રસારણની વિશ્વમાં આજના દિવસે પ્રથમ વખત થઈ હતી શરુઆત
ટેલિવિઝ પ્રસારણની વિશ્વમાં આજના દિવસે પ્રથમ વખત થઈ હતી શરુઆત

ટેલિવિઝ પ્રસારણની વિશ્વમાં આજના દિવસે પ્રથમ વખત થઈ હતી શરુઆત

0

સામાન્ય રીતે આજે આપણે આપણા ઘરોમાં આરમથી બેઠા-બેઠા ટેલિવિઝન જોઈએ છે.અનેક ઘરોમાં આજે સાસ-બહુની સિરિયલથી લઈને અનેક રિયાલિટી શૉ,સમાચાર,રોજ બરોજની બનતી ઘટાનાઓ,ઘાર્મિક કાર્યક્રમો કે પછી પૌરાણિક સિરિયલો આપણે જોઈએ છે,પરંતુ ક્યારેય આપણે એ વિચાર્યુ કે,આજે  આપણે આમ શાંતિથી ટીવી જોવાની મજા માણી રહ્યા છે તેની શરુઆત ક્યાંથી થઈ અને કોણે કરી.

આજના જ દિવસે જૉન લૉગી બેયર્ડએ પ્રથમ વખત લંડનમાં ટેલિવિઝન પ્રસારણ કરીને વિશ્વને બતાવ્યું હતું.ત્યાર બાદ ટીવી સમગ્ર વિશ્વમાં ખુબ પ્રચલીત બન્યું, જે આજ દિન સુઘી તમામ ઘરોમાં જોવાઈ રહ્યું છે,જો કે, આ બેયર્ડ ટીવી પ્રસારણ કરતા પહેલા તો અનેક અવનવા પ્રયત્નોમાં નિષ્ફળ રહ્યા હતા. ભારતમાં ટેલિવિઝન ઘણું મોડું આવ્યું હતું.ભારતમાં ટેલિવિઝનનું પહેલું પ્રસારણ ૧૫ સપ્ટેમ્બર, ૧૯૫૯માં દિલ્હીમાં કરવામાં આવ્યું હતું.

આજના આઘુનિક યુગમાં સામાન્યથી સામાન્ય માણસ પણ ટીવી દેખતો હોય છે,ટીવીના માઘ્યમથી વિશ્વભરમાં અનેક મનોરંજન અને રમત ગમતનો રસ વિશ્વભરમાં પીરસે છે,આજે ટીવીનું મહત્વ એટલું વઘ્યું છે કે,કોઈ પણ જાતની ખબર સમાચાર ટીવીના માઘ્યમથી આપણાને ઘર બેઠા મળી રહે છે,તે સાથે જ અનેક ઘટનોને આપણા સમક્ષ પ્રસારીત કરે છે,જાણ્યે અજાણ્યે ટીવી આપણી જરુરીયાત બની ગયું છે.આ ટીવીનું પ્રસારણ પ્રથમ વખતે આજના દિવસે જ કરવામાં આવ્યું હતું.

આ પ્રસારણ શોઘ પછી સંચાર અને મનોરંજનની દુનિયામાં ક્રાંતિ આવી,

  • એલ બેયર્ડએ લંડનમાં પ્રથમ વખત ટીવી પ્રસારણ કર્યું હતું,
  • આ પ્રસારણનું નામ ટેલીવાઈઝર રાખવામાં આવ્યું હતું.
  • આ મશીનમાં ફરવાવાળી મૈકેનિકલ ડિસ્ક લગાવવામાં આવી હતી.
  • આ ડિસ્ક ચેન્જ થતા ફોટોને સ્કેન કરીને તેને ઈલેક્ટ્રોનિક આવેગોમાં રુપાંતિત કરી શકતી હતી.
  • આ માહીતી બાદ તારના માઘ્યમથી સ્ક્રીન સુઘી પહોંચતી હતી
  • જ્યાં ખુબ જ ઓછા રિજોલ્યૂશન વાળા પ્રકાશ અને પડછાયાની એક ખાસ પેટર્ન જેવી દેખાતી હતી,
  • તેમણે પોતાના પ્રથમ ટીવી પ્રોગ્રામમાં બે કથપૂતળીઓના માથા દેખાડ્યા હતા.

સમગ્ર વિશ્વમાં ટેલિવિઝન પ્નસારણની પ્રથમ શોધ વર્ષ ૧૯૨૫માં જૉન લૉગી બેયર્ડએ કરી હતી,આ શોઘાયેલ ટેલિવિઝન સીઆરટી ટેલિવિઝન હતું, 1925 માં, તેમણે તેમના સાધનમાં પ્રકાશને વિદ્યુત કિરણમાં રૂપાંતરિત કરવા માટે એક ઉપકરણની શોધ કરી તેના ઉપર ચલચિત્ર પ્રસારિત કરવામાં આવતું હતું . જ્યારે તેણે સ્વીચ ઓન કર્યું ત્યારે તેમને આશ્ચર્ય થયું.આ દ્રશ્યનો આખો ચહેરો ડિવાઇસમાં દેખાયો હતો. તેમના માટે આ એક મોટી સફળતા હતી.

આ રીતે, બાયર્ડ માનવકૃત પ્રસારણમાં સફળ રહ્યા.ત્યારબાદ ૧૯૨૭માં ફિલો ફાંસવર્થ નામના એક વૈજ્ઞાનિકે તેમાં કેટલાક સુધારાવધારા કર્યાં.આ સમયમાં ટેલિવિઝન પર કાળા અને સફેદ રંગમાં જ ચલચિત્રો જોવા મળતા હતું.જો કે,ટેલિવિઝન પર રંગીન ચલચિત્ર આવવામાં પણ વઘુ સમય લાગ્યો નહોતો.

બેયર્ડ એ પ્રથમ વ્યક્તિ હતા જેઓને ઓળખાવનારા ફોટોઝ રજુ કરવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી,વર્ષ 1928મા પ્રથમ સફળ ઓવરસીઝ પ્રસારણ કરવામાં આવ્યું.ફોન લીનના માઘ્યમથી સિંગ્નલ લંડનથી ન્યૂયોર્ક મોકલવામાં વતા હતા અને આ જ વર્ષએ તેમણે પ્રથમ રંગીન ટીવી રજુ કર્યું.

જૉન લૉગી બેયર્ડ જેઓ જે એલ બેયર્ડના નામે ઓળખાય છે,તેમનો જન્મ વર્ષ 188 13 ઓગસ્ટના રોજ ગ્લાસગો પાસે આવેલ હૈલન્સબર્ગમાં થયો હતો,તેમના પિતા એક ચર્ચમાં પાદરી તરીકે ફરજ બજાવતા હતા,જો કે પરિવાસની ર્થિક સ્થિતિ ખુબ જ કથળેલી હોવાથી તેઓનું સમગ્ર બાળપણ અનેક અભાવો,અછત અને તંગી સાથે પસાર થયું હતું.

શરુઆતથી તેમને અભ્યાસમાં ખુબ જ રુચી હતી.તેઓ ખુબ જ હોંશિયાર અને ચંચળ હતા,આ દિવસો દરમિયાન તેમના વિદ્યાલયમાં ફોટોગ્રાફી પર વિશેષ ઘ્યાન આપવામાં આવતું હતું,તેમાં તેમણે ખુબ જ ઘ્યાન આકર્ષિત કર્યું અને સ્કુલમાં ફોટોગ્રાફીના અઘ્યક્ષ તરીકે કાર્યરત પણ  બન્યા હતા.

(સાહીન)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.