1. Home
  2. Regional
  3. ડીસા પંથકમાં મોડી સાંજે વરસાદના છાંટણા પડતા ખેડુતો બન્યા ચિંતિત
ડીસા પંથકમાં મોડી સાંજે વરસાદના છાંટણા પડતા ખેડુતો બન્યા ચિંતિત

ડીસા પંથકમાં મોડી સાંજે વરસાદના છાંટણા પડતા ખેડુતો બન્યા ચિંતિત

0

ડીસાઃ ઉત્તર ગુજરાતમાં આજે શનિવારે વહેલી સવારથી હવામાનમાં પલટો આવતા ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી. બનાસકાંઠાના ડીસા વિસ્તારમાં મોડી સાંજે આકાશ કાળા ડિબાંગ વાદળોથી ગોરંભાતા વરસાદી માહોલ છવાયો હતો. કમોસમી વરસાદના છાંટણીથી ખેડુતો ચિંતિત બન્યા હતા.

રાજસ્થાનમાં અપર એર સરક્યુલેશન સર્જાયા બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. ડીસા સહિતના વિસ્તારોમાં શનિવારે સવારથી જ અકાશમાં વાદળો છવાયાં હતા.અને ધૂળની ડમરીઓ ઉડી હતી. સૂર્ય નારાયણ પણ વાદળોમાં છુપાયેલા રહ્યા હતા. મોડી સાજે ડીસા વિસ્તારમાં આકાશ કાળા ડિબાંગ વાદળોથી ગોરંભાયા બાદ કમોસમી વરસાદના છાંટણા પડ્યાં હતા.વરસાદના છાંટણાથી ખેડુતો ચિંતિત બન્યા હતા. હાલ ડીસા પંથકમાં ખેડુતો દ્વારા જમીનમાંથી બટાટા ખોદવાનું કામ ચાલી રહ્યું છે. આજે શનિવારે ડીસામાં મહત્તમ તાપમાન 32.2 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે પવનની ગતિ પ્રતિ કલાક 17 કિ.મીની નોંધાઈ હતી. મોડી રાત્રે માવઠું પડે એવી શક્યતા છે.

tags:

LEAVE YOUR COMMENT