1. Home
  2. Regional
  3. દાંતાના ત્રિશુળિયા ઘાટમાં એસટી બસ મોટા પથ્થર સાથે અથડાતા છ મુસાફરો ઘવાયા
દાંતાના ત્રિશુળિયા ઘાટમાં એસટી બસ મોટા પથ્થર સાથે અથડાતા છ મુસાફરો ઘવાયા

દાંતાના ત્રિશુળિયા ઘાટમાં એસટી બસ મોટા પથ્થર સાથે અથડાતા છ મુસાફરો ઘવાયા

0

અંબાજીઃ દાંતાના ત્રિશુળિયા ઘાટમાં આજે અંબાજીથી ભાંભર જઈ રહેલી એસટી બસ પહાડ સાથે અથડાતા અકસ્માક સર્જાયો હતો. બસમાં સવાર 70 જેટલા મુસાફરોમાંથી ત્રણને નાની મોટી ઈજો થતા દાંતાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે ત્રણ મુસાફરોને વધુ સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યા હતા. એસટી બસની બ્રેક ફેઈલ થવાને લીધે અકસ્માત સર્જાયો હોવાનું પ્રથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ આજે બપોરના સુમારે અંબાજી – દાંતા વચ્ચે ત્રિશુળીયા ઘાટામાં  એક એસટી બસ રોડસાઈડએ પહાડ સાથે અથડાતા અકસ્માતની ઘટના બની હતી અંબાજીથી ભાભર જઈ રહેલી લોકલ એસટી બસ ત્રિશુલીયા ઘાટમાં અચાનક બસના બ્રેક ફેઈલ થઈ જતા આ ઘટના બની હતી ડ્રાઇવરની સમય સૂચકતાથી રોંગ સાઈડમાં પહાડ સાથે બસને અથડાતા મોટી હોનારત બચાવી હતી જોકે આ અંબાજીથી ભાભર જતી એસટી બસમાં 70 જેટલા મુસાફરો સવાર હતા જેમાંથી ૨૩ મુસાફરોને નાની મોટી ઇજાઓ થતા ત્રણ ૧૦૮ એમ્બ્યુલન્સ વાન દ્વારા દાંતાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા અને 3 ઘાયલોને  વધુ ઈજાઓ થતા તેમણે પાલનપુર રિફર કરવામાં આવ્યા હતા જોકે આ એસટી બસ સાચી દિશામાં ખાબકી હોત જાનહાનિ થવાની શક્યતા રહેલી હતી સમયસૂચકતા એ હોનારત ટાળી હતી

tags:

LEAVE YOUR COMMENT