1. Home
  2. Regional
  3. ધોરણ 10 અને 12 સાયન્સની માર્ચ-2020માં લેવાનારી પરીક્ષા પધ્ધતિમાં કરાયો ફેરફાર
ધોરણ 10 અને 12 સાયન્સની માર્ચ-2020માં લેવાનારી પરીક્ષા પધ્ધતિમાં કરાયો ફેરફાર

ધોરણ 10 અને 12 સાયન્સની માર્ચ-2020માં લેવાનારી પરીક્ષા પધ્ધતિમાં કરાયો ફેરફાર

0

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતા વર્ષે એટલે કે માર્ચ-2020માં લેવાનારી ધોરણ-10 અને 12ની પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર કર્યો છે. જેમાં ધો.10ની પરીક્ષામાં વિદ્યાર્થીને પાસ થવા માટે 33 માર્કસ લાવવાના રહેશે. મહત્વનું છે કે હાલ પરીક્ષામાં પાસ થવા માટે 35 માર્કની જરૂર હોય છે. પાસ થવાનાં 33 માર્કમાંથી બોર્ડના 80 ગુણમાંથી 26 અને સ્કૂલના આંતરિક મૂલ્યાંકનના 20 ગુણમાંથી 7 સહિત 33 માર્ક વિદ્યાર્થીએ લાવવા પડશે.જ્યારે ધો.12 વિજ્ઞાાન પ્રવાહની પરીક્ષામાં માર્ચ 2020ની બોર્ડ પરીક્ષામાં 100 ગુણના પ્રશ્નપત્રમાં 20 ગુણના હેતુલક્ષી પ્રશ્નો અને 80 ગુણના લાંબા-ટુંકા-નિબંધલક્ષી પ્રશ્નો રહેશે. 50 ટકા એમસીક્યુ પ્રશ્નો નહી રહે. ફિઝિક્સ,કેમેસ્ટ્રી અને બાયોલોજીમાં પ્રેક્ટિકલના 50 ગુણ રહેશે. ધો.10 અને 12 (વિજ્ઞાાન પ્રવાહ) નાં પ્રશ્નપત્ર પરિરૂપ હવે પછી બોર્ડ દ્વારા જાહેર કરાશે. ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં પ્રશ્નપત્રોનું પરિરૂપ યથાવત રહેશે

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષાના માળખામાં અને પરીક્ષા પદ્ધતિમાં કરાયેલા ફેરફારોને લઈને બોર્ડે તમામ ડીઈઓને પરિપત્ર કરીને 2019-20ના વર્ષ માટે જાણ કરી દેવા સૂચના આપી હતી. 2019-20ના શૈક્ષણિક વર્ષથી લાગુ થનારા આ નવા ફેરફારો મુજબ ધો.10ની માર્ચ   2020ની બોર્ડ પરીક્ષામાં 50 એમસીક્યુને બદલે 20 ટકા હેતુલક્ષી પ્રશ્નો રહેશે. આ ઉપરાંત બોર્ડની પરીક્ષાનો ગુણભાર 70 ટકાને બદલે 80 ટકા રહેશે જ્યારે સ્કૂલોની આંતરિક પરીક્ષાઓનો ગુણભાર 30 ટકાને બદલે 20 ટકા રહેશે. બોર્ડના 80 ગુણના પ્રશ્નોમાં 16 ગુણના હેતુલક્ષી પ્રશ્નો રહેશે અને 64 ગુણના ટૂંકા, લાંબા તથા નિબંધલક્ષી પ્રશ્નો રહેશે. સ્કૂલો દ્વારા 20 ટકાના આંતરિક મૂલ્યાંકનમાં 5 ગુણ પ્રથમ કસોટમાંથી મેળવેલા ગુણના આધારે, 5 ગુણ બીજી કસોટીના આધારે ,5 ગુણ નોટબુક સબમિશન અને 5 ગુણ સબ્જેક્ટ એનરીચમેન્ટ એક્ટિવિટી ( ભાષા સ્પિકિંગ અને લીસનિંગ ટેસ્ટ,પ્રાયોગિક કાર્ય અને પ્રોજેક્ટ કાર્ય)ના રહેશે. ધો.10ની બોર્ડ પરીક્ષામાં વિદ્યાર્થીએ બોર્ડની પરીક્ષાના 80 ગુણમાંથી 26 અને સ્કૂલોના આંતરિક મૂલ્યાકના 20 ગુણમાંથી 7 ફરજિયાત લાવવના રહેશે અને તો જ તે ઉતિર્ણ ગણાશે. આ ઉપરાંત ધો.12 વિજ્ઞાાન પ્રવાહની પરીક્ષામાં માર્ચ 2020ની બોર્ડ પરીક્ષામાં 100 ગુણના પ્રશ્નપત્રમાં 20 ગુણના હેતુલક્ષી પ્રશ્નો અને 80 ગુણના લાંબા-ટુંકા-નિબંધલક્ષી પ્રશ્નો રહેશે. 50 ટકા એમસીક્યુ પ્રશ્નો નહી રહે. ફિઝિક્સ,કેમેસ્ટ્રી અને બાયોલોજીમાં પ્રેક્ટિકલના 50 ગુણ રહેશે. ધો.10 અને 12 (વિજ્ઞાાન પ્રવાહ) નાં પ્રશ્નપત્ર પરિરૂપ હવે પછી બોર્ડ દ્વારા જાહેર કરાશે. ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં પ્રશ્નપત્રોનું પરિરૂપ યથાવત રહેશે. ભાષાઓનાં વિષયોમાં ધો.12 વિજ્ઞાાન પ્રવાહ માટે નિયત થનાર પ્રશ્નપત્રોની પેપર સ્ટાઇલ તમામ પ્રવાહોમાં લાગુ પડશે.

LEAVE YOUR COMMENT