1. Home
  2. Political
  3. નોટબંધીને કારણે ભારતમાં બેરોજગારી વધી છેઃ રાહુલ ગાંધી
નોટબંધીને કારણે ભારતમાં બેરોજગારી વધી છેઃ રાહુલ ગાંધી

નોટબંધીને કારણે ભારતમાં બેરોજગારી વધી છેઃ રાહુલ ગાંધી

0

મહુવા:  લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે રાજકીય નેતો મતદારોને રિઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આજે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ  રાજુલા અમરેલી હાઇવે પર આવેલી આસરાણા ચોકડી ખાતે જનસભા સંબોધતાંજણાવ્યું હતું કે,  કોંગ્રેસ સત્તા પર આવશે તો બે બજેટ બનશે. અમે ખેડૂતો માટે અલગ બજેટ બનાવીશું. ઉપરાંત દેવું નહીં ચૂકવનારા ખેડૂતોને જેલ નહીં થાય.અમે ત્રણ રાજ્યોમાં ખેડૂતોનું દેવું માફ કર્યું છે.

રાજુલા અમરેલી હાઈ વે પર જંગી જાહેર સભાને સંબોધતા રાહુલ ગાંધીને ભાજપ પર પ્રહારો કર્યો હતા. ન્યાય યોજના વિશે રાહુલ ગાંધીએ કહ્યું કે, ભાજપ કહે છે પૈસા ક્યાંથી આવશે? ન્યાય યોજનાના પૈસા ભાગેડુઓના બેંક ખાતામાંથી આવશે. મહિલાઓના ખાતામાં પૈસા જમા થશે. કોંગ્રેસ ઇન્કમ ટેક્સ નહીં વધારે. પાંચ વર્ષ પહેલાં ગુજરાતની જનતાએ નરેન્દ્ર મોદી પર વિશ્વાસ રાખી 26 બેઠકો આપી અને દિલ્હી મોકલ્યા. જનતાને વિશ્વાસ હતો કે મોદી કંઇક કરી બતાવશે પરંતુ એવું થયું નથી. નોટબંધીના કારણે ભારતમાં બેરોજગારી વધી છે. મોદીએ 15 લાખ રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો. 5 વર્ષમાં ભાજપે આપેલા વાયદા પૂરા ન કર્યા. 15 લાખ હજુ ખાતામાં આવ્યા નથી. ખેડૂતો સાથે છેતરપિંડી થઇ છે. સૌથી વધુ બેરોજગાર ભારતમાં છે પાટીદાર નેતા હાર્દિક પટેલે જય જવાન જય કિશાનના નારા સાથે સંબોધન કરતા જણાવ્યું હતું કે, આ વર્ષે ભાજપ કોંગ્રેસ સામે સામ દામ દંડ અને ભેદની નીતિ અપનાવી રહી છે. થોડા સમય પહેલા મહુવામાં ખેડૂતો પર લાઠી વરસાવવામાં આવી હતી. અમરેલી, ભાવનગરના ઉમેદવારને મજબૂત બનાવવા અને સરકાર બનાવવામાં પ્રજાનો જોશ જોવા મળે છે. આવનારા દિવસો ખેડૂત, યુવાન અને રોજગારી માટેના છે. ભાજપ સરકારનું સાશન છે છતાં હજુ સુધી ખેડૂતોને સિંચાઇનું પાણી મળતું નથી. જવાન શહીદ થાય તો તેના પરિવારને પૂરતું વળતર આપવાનું વચન કોંગ્રેસ સરકારે આપ્યું હતું. જો ભાજપ જીતશે તો આપણે ચૂંટણી કાર્ડ શો કેસમાં મુકવા પડશે, આ માણસ 2019 પછી ચૂંટણી દૂર કરવાના મૂડમાં છે. આપણે કોંગ્રેસના પંજાને મત આપવાની જરૂર છે. ગુજરાતના ખેડૂતો અને યુવાનોનું અપમાન મુખ્યમંત્રી રૂપાણીએ કર્યું છે. ભાજપને અહંકાર અને અભિમાન છે. 23 તારીખે આપણે સૌરાષ્ટ્રની મોટાભાગની બેઠક પર કોંગ્રેસને જીતાડવાની છે. જનસભામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, બાબુ માંગુકીયા, હાર્દિક પટેલ, પરેશ ધાનાણી, શક્તિસિંહ, અર્જુન મોઢવાડિયા સહિત સૌરાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓ સભાસ્થળે ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE YOUR COMMENT