1. Home
  2. Political
  3. પાંચ વડાપ્રધાન આપનાર પૂર્વ ઉત્તરપ્રદેશ પ્રિયંકા ગાંધી માટે કેટલો મોટો પડકાર છે?
પાંચ વડાપ્રધાન આપનાર પૂર્વ ઉત્તરપ્રદેશ પ્રિયંકા ગાંધી માટે કેટલો મોટો પડકાર છે?

પાંચ વડાપ્રધાન આપનાર પૂર્વ ઉત્તરપ્રદેશ પ્રિયંકા ગાંધી માટે કેટલો મોટો પડકાર છે?

0

પ્રિયંકા ગાંધીને નવી જવાબદારી મળ્યા બાદથી જ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં જોશ વધ્યો છે. કોંગ્રેસના મુખ્યમથકમાં કોંગ્રેસના ટેકેદારોનું કહેવું છે કે પ્રિયંકા ગાંધીના આવવાથી પાર્ટીની શક્તિ બેગણી થઈ ગઈ છે. પ્રિયંકા ગાંધીમાં તેમને ઈન્દિરા ગાંધીની તસવીર દેખાઈ રહી છે.

રાજનીતિના સક્રિય મેદાનમાં પ્રિયંકા ગાંધીની ઔપચારીક એન્ટ્રી થઈ ચુકી છે. પ્રિયંકા ગાંધીને કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ અને પૂર્વ ઉત્તરપ્રદેશના પ્રભારી બનાવવામાં આવ્યા છે. પ્રિયંકાની એન્ટ્રીથી કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ ગદગદિત છે. તો ભાજપે કહ્યુ છે કે કોંગ્રેસે આજે સત્તાવાર જણાવી દીધું છે કે રાહુલ ગાંધી ફેલ થઈ ગયા છે. કોંગ્રેસે પ્રિયંકા ગાંધી કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને પૂર્વ ઉત્તરપ્રદેશની જવાબદારી સોંપી છે.

ઉત્તરપ્રદેશ અને દેશના રાજકારણની દ્રષ્ટિએ જોવામાં આવે, તો પૂર્વ યુપીનું વિશેષ મહત્વ છે. આ વિસ્તારે દેશમાં અત્યાર સુધીમાં પાંચ વડાપ્રધાનો આપ્યા છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂર્વ યુપી ક્ષેત્રમાં આવેલા વારાણસીના સાંસદ છે. ગોરખપુર બેઠક પરથી ધારાસભ્ય અને યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનું પૂર્વ યુપી પ્રભાવ ક્ષેત્ર છે. યુપી ભાજપના પ્રદેશ પ્રમુખ મહેન્દ્રનાથ પાંડેય ચંદૌલીથી સાંસદ છે. ભાજપના અન્ય ઘણાં કદ્દાવર નેતાઓ પર પૂર્વ યુપીમાંથી જ આવે છે.

પૂર્વાંચણનું રાજકીય ગણિત

પૂર્વ ઉત્તરપ્રદેશના 21 જિલ્લા છે. જેમાં લોકસભાની 26 અને વિધાનસભાની 130 બેઠકો છે. પૂર્વ યુપી ક્ષેત્ર ભોજપુરી ભાષી વિસ્તાર છે. આ વિસ્તારનું મહત્વ એ વાત પરથી સમજી શકાય છે કે અત્યાર સુધીમાં પાંચ વડાપ્રધાનો જવાહરલાલ નહેરુ, લાલબહાદૂર શાસ્ત્રી, વી. પી. સિંહ, ચંદ્રશેખર અને નરેન્દ્ર મોદી પૂર્વ યુપીમાંથી ચૂંટાઈ આવ્યા હતા.

2014માં પૂર્વ યુપીનું પરિણામ

 પૂર્વ ઉત્તરપ્રદેશ 201માં મોદી લહેરની અસર સ્પષ્ટપણે જોવા મળતી હતી. 26 બેઠકમાંથી ભાજપને 23 બેઠકો મળી હતી. જ્યારે અન્ય બે બેઠકો પર એનડીએના ઘટકદળ અપનાદળે કબજો જમાવ્યો હતો. સમાજવાદી પાર્ટીને પૂર્વ યુપીમાંથી માત્ર એખ બેઠક પર જ જીત મળી શકી હતી.જ્યારે કોંગ્રેસનું તો અહીં 2014ની ચૂંટણીમાં ખાતું પણ ખુલ્યું ન હતું. બીએસપી પણ 2014માં પૂર્વ યુપીમાં ઝીરો પર આઉટ થઈ હતી.

2009માં પૂર્વ યુપીનું વલણ

યુપીએ વનના કાર્યકાળ બાદ કોંગ્રેસને 2009માં વધુ એક મોકો મળ્યો હતો. પૂર્વ યુપીમાં 2009માં ભાજપ અને સમાજવાદી પાર્ટીએ 9-9 બેઠકો પર કબજો જમાવ્યો હતો. 2009માં પૂર્વ યુપીમાંથી કોંગ્રેસ અને બીએસપીને માત્ર ચાર-ચાર બેઠકો જ મળી હતી.

2017માં વિધાનસભાની ચૂંટણીમાં શું રહ્યો મૂડ?

2017ની યુપી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે અભૂતપૂર્વ પ્રદર્શન કર્યું હતું. પૂર્વ યુપીની 130 બેઠકોમાંથી ભાજપને 87, અપનાદળને 9 અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીને ચાર બેઠકો પર જીત પ્રાપ્ત થઈ હતી. આમ કુલ મળીને એનડીએના ખાતામાં પૂર્વ યુપીની 100 બેઠકો ગઈ હતી. જ્યારે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનને કંઈ ખાસ બેઠકો મળી ન હતી. સમાજવાદી પાર્ટીને 14 અને કોંગ્રેસને માત્ર બેઠકો પર જીત મળી હતી. આમ કુલ મળીને યુપીએના ખાતામાં માત્ર 16 બેઠકો જ આવી હતી. આ સિવાય બીએસપીને 10, નિશાત પાર્ટીને એક અને ત્રણ અપક્ષોને પણ જીત મળી હતી.

પૂર્વ યુપીમાં ક્યાં જિલ્લાઓ છે?

પૂર્વ યુપીમાં પ્રયાગરાજ, કૌશાંબી, ફતેહપુર, પ્રતાપગઢ, મિર્ઝાપુર, ભદોહી, સોનભદ્ર, વારાણસી, જૌનપુર, ચંદૌલી, ગાઝીપુર, આઝમગઢ, મઉ, બલિયા, ગોરખપુર, દેવરિયા, કુશીનગર, મહારાજગંજ, બસ્તી, સંતકબીર નગર અને સિદ્ધાર્થનગર જિલ્લાનો સમાવેશ થાય છે.

પૂર્વ યુપીમાં આવતી લોકસભાની બેઠકો

ડુમરિયાગંજ, બસ્તી, સંત કબીર નગર, મહારાજગંજ, ગોરખપુર, કુશીનગર, દેવરિયા, બંસગાંવ, લાલગંજ, આઝમગઢ, ઘોષી, સલેમપુર, બલિયા, જૌનપુર, મછલીશહર, ગાઝીપુર, ચંદૌલી, વારાણસી, ભદોહી, મિર્ઝાપુર, રોબર્ટ્સગંજ, ફતેહપુર, ફૂલપુર, અલ્હાબાદ, પ્રતાપગઢ

પ્રિયંકા ગાંધીનો પરિચય

પ્રિયંકા ગાંધી વાડ્રા ગાંધી-નહેરુ પરિવારના સદસ્ય છે. તેઓ ફિરોઝ ગાંધી અને ઈન્દિરા ગાંધીના પૌત્રી છે. ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અને યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીના તેઓ પુત્રી છે અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના બહેન છે. અત્યાર સુધી પ્રિયંકા ગાંધી ચૂંટણીલક્ષી રાજકારણમાં સક્રિય ન હતા.જો કે પડદા પાછળ રહીને કોંગ્રેસ સંગઠનમાં એક મહત્વની ભૂમિકા તેઓ અદા કરતા રહ્યા છે અને તેમણે પાર્ટી માટે મહત્વપૂર્ણ રણનીતિઓ બનાવવાનું કામ પણ કર્યું છે. ગરીબો અને મહિલાઓની વચ્ચે પ્રિયંકા ગાંધી ઘણીવાર જાય છે. તેમણે 2012માં રાયબરેલી અને અમેઠીમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન પ્રચાર પણ કર્યો હતો. પ્રિયંકા ગાંધીએ 1997માં રોબર્ટ વાડ્રા સાથે લગ્ન પણ કર્યા હતા. કેટલીક ચૂંટણી રેલીઓમાં રોબર્ટ વાડ્રા પણ પ્રિયંકાની સાથે દેખાઈ ચુક્યા છે.

LEAVE YOUR COMMENT